ગુજરાત

gujarat

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું

By

Published : Aug 13, 2021, 7:35 PM IST

આગામી રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈ હલકી ગુણવત્તાયુક્ત માવાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સુરતના માવાના વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ભાગળ વિસ્તારમાં આવેલા શંકર માવા ભંડાર નામની દુકાન સહિત અન્ય મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું.

સુરત
સુરત

  • ભાગળ વિસ્તારમાં માવાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
  • હલકી ગુણવત્તાયુક્ત માવાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ
  • શહેરમાં મીઠાઇ અને માવાના યુનિટ પર દરોડા

સુરત:રક્ષાબંધનના પવિત્ર પર્વ પર ભેળસેળયુક્ત મીઠાઈનું વેચાણ નહીં થાય તે માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભાગળ વિસ્તારમાં માવાના વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પરથી માવાના સેમ્પલો લેવામાં આવ્યા છે.

મીઠાઈની દુકાનોમાં ચેકીંગ

આ પણ વાંચો- મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા વિસનગરમાં ફરસાણની દુકાન પર દરોડા

જુદી જુદી ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરાઈ

રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે, ત્યારે વાસી કે અનહાઈજીનિક મીઠાઇ ખાઇને તહેવારની મજા સજામાં ન ફેરવાઇ જાય તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મીઠાઇ અને માવાના યુનિટ પર દરોડા પાડવામાં પણ આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગે જુદી જુદી ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી છે. માવાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details