ગુજરાત

gujarat

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ અને સ્વચ્છતાથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત થયા પ્રભાવિત

By

Published : Feb 25, 2021, 9:40 PM IST

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરતની મુલાકાતે છે. બે દિવસ સુધી સુરતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે તેઓ સુરતના રિંગરોડ ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી.

Acharya Devvrat
Acharya Devvrat

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતની મુલાકાત લીધી
  • બે દિવસ સુધી સુરતમાં અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી
  • ટેક્સટાઇલ ઉદ્યોગ અને સ્વચ્છતાથી થયા પ્રભાવિત
    રાજ્યપાલ સુરતની મુલાકાતે

સુરત: આજે ગુરૂવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરતની મુલાકાતે છે. બે દિવસ સુધી સુરતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે તેઓ સુરતના રિંગરોડ ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી. કાપડના ખરીદ- વેચાણ વિશેની માહિતી મેળવીને વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી સાથે તેમણે સુરતના સ્વચ્છતાને લઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને સુરતના સ્વચ્છતા માટેની પ્રશંસા પણ કરી હતી.

ભારત વિશ્વમાં નંબર 1ની ખ્યાતિ પ્રાપ્ત કરશે

તેમણે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સુરતમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ માર્કેટ સુરત સૌથી ઝડપ વિકસતું શહેર છે. સુરતની જનતાએ સુરતની પ્રતિષ્ઠા વધારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ઝડપથી કામ કરે છે, જેના કારણે ભારત વિશ્વમાં નંબર 1ની ખ્યાતિ પ્રાપ્ત કરશે. સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. જેના કારણે અનેક પરિવારોના ઘરમાં દીવડા પ્રગટી શકે છે.

સ્વચ્છતા અભિયાન સાથે જોડાયો છું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું દેશભરમાં ટેક્સટાઇલ વેપારીઓના પ્રચારક બનીશ અને ટેક્સટાઇલ વેપારીઓ દેશની આર્થિક સ્થિતિને ખૂબ જ મજબૂસ્વચ્છતા અભિયાન સાથે જોડાયો છું. આજે સુરત આવી ખૂબ જ ખુશ છું, હું સ્વચ્છતા અભિયાન સાથે જોડાયો છું, પરંતુ સુરત આવીને મને આશ્ચર્ય થયું કે, આટલા સ્વચ્છ શહેરમાં સ્વચ્છતા અભિયાન હું ક્યાં કરીશ. સુરત અગાઉ હીરા ઉદ્યોગ માટે જાણીતું હતું. પરંતુ હાલ ટેક્સટાઇલ ઉદ્યોગ પણ વિશ્વ વિખ્યાત થયું છે.

ABOUT THE AUTHOR

...view details