ગુજરાત

gujarat

આ વખતે પાઘડીઓ વધારશે દગડુ શેઠની શોભા

By

Published : Aug 26, 2022, 8:59 AM IST

સુરતમાં ગણેશોત્સવને લઈને બજારમાં ફરી રોનક દેખાઈ રહી છે. ત્યારે આ વખતે ગણેશજીની મૂર્તિઓના શ્રૃંગારની વિવિધ વસ્તુઓમાં પાઘડીઓનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો આ વખતે કેવી પાઘડીની માગ થઈ રહી છે જોઈએ આ અહેવાલમાં. ganesh festival 2022 news, ganesh turban trend in surat.

આ વખતે પાઘડીઓ વધારશે દગડુ શેઠની શોભા
આ વખતે પાઘડીઓ વધારશે દગડુ શેઠની શોભા

સુરતગણેશોત્સવને હવે માત્ર ગણતરીના દિવસો બાકી (ganesh festival 2022 news ) છે. ત્યારે ઠેરઠેર ગણેશજીની મૂર્તિઓ લેવા પડાપડી થઈ રહી છે. આવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતીલાલાઓમાં. અહીં ગણેશોત્સવને લઈને ફરી રોનક (ganesh chaturthi preparation) દેખાઈ રહી છે.

પાઘડીઓનો ટ્રેન્ડલોકો ગણપતિની મૂર્તિઓની સાથે તેના શ્રૃંગારની વસ્તુઓની પણ ખરીદી કરી રહ્યા છે. તેમાં પણ આ વખતે પાઘડીઓનો ટ્રેન્ડ (ganesh turban trend in surat) જોવા મળ્યો છે. ખાસ કરીને આ વખતે સાફા, લોકમાન્ય તિલક પાઘડી, બાજીરાવ પાઘડી, રાજાશાહી, મહારાષ્ટ્રીયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી, દગડુ શેઠ પાઘડીની માગ છે.

ખાસ પાઘડી થાય છે તૈયાર

પાઘડીઓ ખેંચશે આકર્ષણલોકોએ અત્યારથી જ ગણપતિજીની શોભાયાત્રાઓ પણ કાઢવાની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ ગણપતિજીના શ્રૃંગારમાં આ વખતે અલગ અલગ પાઘડીઓએ આકર્ષણ જમાવ્યું છે. આ પાઘડીઓમાં રાજાશાહી ઠાઠથી લઈ મરાઠાઓનું પ્રતિબિંબ દેખાઈ (ganesh festival 2022 news) રહ્યું છે. ગણપતિજીનો શ્રૃંગાર પાઘડી વિના અધૂરો છે. તેમાં પણ જો પરંપરાગત પાઘડી મળી જાય તો તેનાથી વિશેષ શું હોય.

આ પણ વાંચોઆ વર્ષે બનશે થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓ

કિંમત 300થી 3000 રૂપિયાઆ અંગે પાઘડી બનાવનારા રવિ નાતાલીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ પ્રથમ વાર લોકો ગણપતિ મહોત્સવને ઉજવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. આ વખતે લોકો મન મૂકીને ખર્ચો કરી રહ્યા છે. તેમાં પણ ગણેશજીના શ્રૃંગારમાં લોકો હવે ફેટા અને પાઘડીને વધુ મહત્વ આપી (ganesh chaturthi preparation) રહ્યા છે. અલગ અલગ પ્રકારની પાઘડીઓ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચોભગવાન ગણેશજીની મૂર્તિઓના કદમાં છૂટથી અંબાજીના મૂર્તિકારોમાં આનંદ ભયો

ખાસ પાઘડી થાય છે તૈયાર તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે (ganesh festival 2022 news) સાફા, લોકમાન્ય તિલક પાઘડી. બાજીરાવ પાઘડી, રાજાશાહી, મહારાષ્ટ્રિયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી, દગડુ શેઠ પાઘડીનો સમાવેશ થાય છે. આ પાઘડીની કિંમત 300થી 3,000 રૂપિયા સુધી (ganesh chaturthi preparation) હોય છે. સમગ્ર સાઉથ ગુજરાત સહિત અંકલેશ્વર, ભાવનગરથી પણ લોકો ખાસ પાઘડી તૈયાર કરાવડાવવા આવે છે.

ABOUT THE AUTHOR

...view details