ગુજરાત

gujarat

દારૂની ધમધમતી ભઠ્ઠી સામે કાર્યવાહી ન કરતા પોલીસકર્મીઓએ ચૂકવવી પડી કિંમત

By

Published : Jul 28, 2022, 3:02 PM IST

સુરતમાં ઓલપાડના કીમ પોલીસ સ્ટેશનના PSI અને 2 બીટ જમાદારોને સસ્પેન્ડ (Surat Police Suspend) કરવામાં આવ્યા છે. અહીં ચકચારી લઠ્ઠાકાંડ પછી પણ પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હાટડી મળતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દારૂની ધમધમતી ભઠ્ઠી સામે કાર્યવાહી ન કરતા પોલીસ કર્મચારીઓએ ચૂકવવી પડી કિંમત
દારૂની ધમધમતી ભઠ્ઠી સામે કાર્યવાહી ન કરતા પોલીસ કર્મચારીઓએ ચૂકવવી પડી કિંમત

સુરતઃ હજી તો ચકચારી લઠ્ઠાકાંડનો મુદ્દો શાંત નથી થયો ને ત્યાં હજી પણ રાજ્યમાં અનેક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી (Keem Police PSI and Constables Suspend) ધમધમે છે. ત્યારે ઓલપાડમાં પણ કીમ પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હાટડી મળી આવી હતી. તેના કારણે પોલીસ સ્ટેશનના PSI અને 2 બીટ જમાદારોને સસ્પેન્ડ કરવામાં (Surat Police Suspend) આવ્યા હતા. લઠ્ઠાકાંડ બાદ (Botad Lattha Kand Case) પણ દારૂની ભઠ્ઠી મળતા જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચો-VIDEO : પોલીસકર્મીઓ બુટલેગરને ત્યાં ઉઘરાણી કરવા પહોંચ્યા

SPએ આપ્યા આદેશ - જિલ્લા પોલીસ વડાએ કીમ પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ (Keem Police PSI and Constables Suspend) કર્યા છે. અહીં કીમ પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હાટડી ચાલતી હોવા છતાં પણ પોલીસે અહીં દરોડા પાડ્યા નહતા. તેના કારણે કીમ પોલીસ સ્ટેશનના પી. જે. પંડ્યા અને હેડ કોન્સ્ટેબલ અનિલ વસંતભાઈને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે.

આ પણ વાંચો-લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

ગૃહ વિભાગ હરકતમાં - આપને જણાવી દઈએ કે, બોટાદ લઠ્ઠાકાંડ (Botad Lattha Kand Case) પછી રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં (State Home Department in action) આવ્યું છે. ત્યારે બેદરકારી દાખવનારા અધિકારીઓને સસ્પેન્ડ અને બદલી કરવામાં (Keem Police PSI and Constables Suspend) આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details