ગુજરાત

gujarat

સુરતમાં કર્ફ્યૂના સમયમાં અસામાજિક તત્વોના બે ટોળા વચ્ચે મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ

By

Published : May 27, 2020, 8:39 PM IST

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત જોવા મળ્યો. કરફ્યુના સમય દરમિયાન અસામાજિક તત્વોના બે ટોળા વચ્ચે સામસામે મારામારીની ઘટનાના CCTV ફૂટેજમાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેને લઈને લીંબાયત પોલીસે ગુનો નોંધી બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

CCTV ફૂટેજ
સુરતમાં કરફ્યુના સમયમાં અસામાજિક તત્વોના બે ટોળા વચ્ચે મારામારીની ઘટના

સુરતઃ શહેના લીંબાયતના રૂસ્તમપાર્ક સોસાયટી નજીક આવેલ જય અંબેનગર વિસ્તારમાં ગત રોજ આ ઘટના બની હતી. સાંજના સાત વાગ્યા બાદ કરફ્યુનો સમય હતો અને તે દરમિયાન અસામાજિક તત્વોના બે ટોળા વચ્ચે મારામારીની ઘટના બની હતી. જ્યાં બંને લોકો વચ્ચે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

સુરતમાં કરફ્યુના સમયમાં અસામાજિક તત્વોના બે ટોળા વચ્ચે મારામારીની ઘટના

એટલું જ નહીં નજીકમાં ઉભેલ માસુમ બાળકને પણ ધક્કો મારી જમીન પર ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ નજીકમાં રહેલ ઘરો પર પથ્થરમારો કરાયો હતો. લીંબાયત વિસ્તારમાં કરફ્યુના સમય દરમિયાન બનેલી આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળતી જોવા મળી રહી છે. સાથે જ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. લીંબાયત પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details