ગુજરાત

gujarat

Gold prices rose: સુરતમાં લાઈટ વેટ અને દેખાવવામાં આકર્ષક ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ વધી

By

Published : Nov 23, 2021, 1:16 PM IST

gold jewellery in Surat

લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે પરંતુ લોકો સામે મોટી સમસ્યા છે કે દિવસેને દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે. લગ્નસરાની સિઝનમાં કઈ રીતે ગોલ્ડ જ્વેલરીની ખરીદી કરવી એ મોટો પ્રશ્ન છે. સુરતમાં લાઈટ વેટ અને દેખાવવામાં આકર્ષક ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ (lightweight and attractive gold jewellery) આ વખતે જ્વેલરી બજારમાં (Jewelery Bazaar Surat) જોવા મળી રહી છે.

  • સોનાનો ભાવ વધારો બન્યો ચિંતાનું કારણ
  • સોનાના ભાવમાં વધારો થતા સુરતમાં જ્વેલર્સ બનાવી રહ્યા છે લાઈટવેટ જ્વેલરી
  • માત્ર પાંચથી સાત ગ્રામમાં તૈયાર થઈ જતું હોય છે નેકલેસ

સુરત: 22 કેરેટ સોનાનો ભાવ 45 હજારથી વધુ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પચાસ હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ બજારમાં થતા લગ્નસરામાં જ્વેલરી ખરીદવા માટેની મોટી ચિંતાનો કારણ બની ગયો છે. લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે પરંતુ સોનાના ઘરેણાની ખરીદી કરવા માટે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને એક પિતા ગોલ્ડ જ્વેલરી કઈ રીતે ખરીદે આ માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે. લગ્નમાં ગોલ્ડ જ્વેલરી આપવાની પ્રથા પણ છે. આ પ્રથા યથાવત રાખવા માટે આ વખતે સોનાના ભાવમાં વધારો (Gold prices rose) થતા સુરતમાં જ્વેલર્સ લાઈટવેટ જ્વેલરી બનાવી રહ્યા છે. જેની ડિમાન્ડ (lightweight and attractive gold jewellery) આ વખતે સુરતના જ્વેલરી શોપમાં વધારે જોવા મળી રહી છે.

સુરતમાં લાઈટ વેટ અને દેખાવવામાં આકર્ષક ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ

ઓછા ગ્રામમાં સારી જ્વેલરી: દિપક ચોકસી

જ્વેલર્સ દિપક ચોકસીએ જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં વધારો (Gold prices rose) થતા આગામી લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી લાઈટ વેટ જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. જેમાં કુંદન મોટી અને સ્ટોનનો વપરાશ વધારે કરવામાં આવે છે. જેના કારણે ઓછા ગ્રામમાં સારી જ્વેલરી લોકોને મળી રહે છે. માત્ર પાંચથી સાત ગ્રામમાં નેકલેસ તૈયાર થઈ જતું હોય છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે અને હાલમાં લગ્નસરાની સિઝનમાં સોનું મોંઘુ થતા આવી જરૂરીની ડિમાન્ડ (lightweight and attractive gold jewellery) લોકો વધારે કરી રહ્યા છે અને આ જ કારણ છે કે અમે આ ખાસ સેગમેન્ટ તૈયાર કર્યું છે.

સુરતમાં લાઈટ વેટ અને દેખાવવામાં આકર્ષક ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ

બજેટમાં પણ ફિટ બેસે છે: શ્રુતિ સાવલિયા

રાજકોટથી આવેલી શ્રુતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, સોનાનો ભાવ વધતા (Gold prices rose) અમે રાજકોટથી સુરત આવ્યા છે. કારણ કે દરેક જગ્યાએ સોનાના ભાવ જુદા જુદા હોય છે અને અમને ખબર પડી હતી કે અહીં લાઈટવેટ જ્વેલરી (lightweight and attractive gold jewellery) તૈયાર કરવામાં આવે છે, જે અમારા બજેટમાં પણ ફિટ બેસે છે. ફેબ્રુઆરી માસમાં મારું લગ્ન છે. લગ્ન માટે ગોલ્ડ જ્વેલરીની ખરીદી કરવા માટે હું ખાસ સુરત આવી છું અને લાઈટવેટ જ્વેલરી પસંદ કરી રહી છું જે જોવામાં ભરચક પણ લાગે છે. રાજકોટથી આવેલી રિદ્ધિએ પણ જણાવ્યું હતું કે, મારા ભાઈનું લગ્ન છે અને ખરીદી કરવા માટે હું સુરત (Jewelery Bazaar Surat) આવી છું અહીં લાઈટવેટ જ્વેલરીનું સારું કલેક્શન છે.

આ પણ વાંચો: Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

આ પણ વાંચો: અમદાવાદ સહીત દેશના 40 સ્થળોએ ITના દરોડા, એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ત્રાટક્યું ડિપાર્ટમેન્ટ

ABOUT THE AUTHOR

...view details