ગુજરાત

gujarat

Demand for Labgron Diamond: રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ

By

Published : Jun 2, 2022, 11:00 PM IST

યુક્રેન રશિયાના યુદ્ધની અસર(Ukraine Russia war Impact) સુરતના હીરા બજાર સુધી થઇ છે. જેમાં લેબગ્રોન ડાયમંડની માંગમાં (Demand for Labgron Diamond) સતત વધારો થતા કુદરતી ડાયમંડની સરખામણીએ તેની માંગ વધી છે. આ પાછળ શું છે કારણ અને કેમ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ બિઝનેસમાં વધારો થયો છે. ચાલો જાણીયે આ અહેવાલમાં

રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ, લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં જાણો કેટલો ગણો થયો વધારો
રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ, લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં જાણો કેટલો ગણો થયો વધારો

સુરત: વિશ્વમાં ગ્રીન ડાયમંડની માંગ(Green Diamond Demand in World) વધી છે. જેના કારણે હવે લોકો અસ્સલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ કરી રહ્યા છે. આ કારણ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 6 ગણો વધારો(Export of Labgron Diamond Increased) થયો છે. લેબગ્રોન ડાયમંડ સંપૂર્ણ રીતે લેબોરેટરીમાં તૈયાર થનાર ડાયમંડ છે. તે સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી તૈયાર(Labgron Diamond Prepared Ecofriendly) કરી શકાય છે.

લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ બિઝનેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો:સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જૂઓ સરકારે શું આપી રહી છે ભેટ

હીરા નેચરલ હીરાની સરખામણીએ સસ્તા -છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું છે. આંકડો ચોંકાવનારો છે. હાલ જે રીતે વૈશ્વિક સ્તરે ગ્રીન ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ(Demand for Green Diamonds) વધી છે. તેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટના આંકડા ચોંકાવનારા છે. સુરતમાં 10થી વધારે મોટી હીરા કંપનીઓ અને 350 નાના યુનિટો લેબગ્રોન ડાયમંડને કટ એન્ડ પોલીશ(Cut and Polish Diamond) કરવાનું કામ કરે છે. સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો કાર્યરત છે. જેમાંથી 50 જેટલા યુનિટો દ્વારા લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. હીરા નેચરલ હીરાન સરખામણીમાં 65થી 70 ટકા સસ્તા હોય છે.

ગ્રીન ડાયમંડની ડિમાન્ડ

આ પણ વાંચો:સુરતની કઇ કંપનીએ 17 કેરેટ માંથી બનાવ્યા ગ્રીન ક્રોસ ડાયમંડ

લેબગ્રોન હીરા કટ એન્ડ પોલીશ કરવાની શરૂઆત -લેબગ્રોન ડાયમંડ અંગે જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયના(Jewelry Promotion Council of Indiana) વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, રશિયા યુક્રેનના યુદ્ધને લીધે અમેરિકાએ રશિયાની રફમાંથી બનેલા નેચરલ હીરા પર બેન(Ban on Natural Diamonds) મુક્યો છે. જેને લઈને શહેરની મોટી હીરા કંપનીઓ દ્વારા લેબગ્રોન હીરા કટ એન્ડ પોલિશ કરવાની શરૂઆત કરી છે. આથી આવનારા 10 વર્ષમાં લેબગ્રોન હીરાનો ગ્રોથ નેચરલ હીરાની સમકક્ષ પહોંચી જશે. તેવો મત હીરા ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details