ગુજરાત

gujarat

બારડોલીમાં બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરનારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની માગ

By

Published : Sep 22, 2020, 7:26 PM IST

માંગરોળ તાલુકામાં કોસંબા ખાતે 18 સપ્ટેમ્બરે અસામાજિક તત્ત્વોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા લોકોની લાગણી દુભાઈ છે. જેને ધ્યાનમાં લઈ બારડોલીમાં SPને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બારડોલીમાં બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરનારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની માગ
બારડોલીમાં બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરનારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની માગ

બારડોલી: માંગરોળના કોસંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરાતા અનુસૂચિત જાતિ એકતા ગ્રૂપે બારડોલીના SPને આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. પ્રતિમાને ખંડિત કરાતા જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અસામાજિક તત્વોના આવા કૃત્યથી અનુસૂચિત જાતિ અને આંબેડકરવાદીઓની લાગણી દુભાઈ હતી. આથી આવા અસામાજિક તત્ત્વોને શોધી તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી બારડોલીના અનુસૂચિત જાતિ એકતા ગ્રૂપે માગ કરી છે. આ માગ સાથે તેમણે બારડોલીના એસપીને આવેદનપત્ર પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોસંબામાં ખંડિત થયેલી બાબાસાહેબની મૂર્તિને લઈ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. મૂર્તિ ખંડિત કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે અનુસૂચિત જાતિના લોકો અને સમાજ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details