ગુજરાત

gujarat

દિલ્હી પોલીસ કોલ ડિટેઈલ રેકોર્ડ્સ વેચવાના રેકેટમાં પોલીસકર્મીને લઈ તો ગઈ પણ તે હજી સુધી ગુમ

By

Published : Aug 27, 2022, 3:48 PM IST

દિલ્હીની એજન્સીની ગેરકાયદે કોલ ડિટેલ રેકોર્ડ્સ વેચવાના રેકેટમાં પોલીસે વધુ એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી. માત્ર 2 દિવસ પૂછપરછ માટે લઈ જવાયેલો આ પોલીસકર્મી હજી સુધી ઘરે પરત આવ્યો ન હોવાથી પરિવારે ગંભીર આક્ષેપ કર્યા હતા. private detective agency in delhi,

દિલ્હી પોલીસ કોલ ડિટેઈલ રેકોર્ડ્સ વેચવાના રેકેટમાં પોલીસકર્મીને લઈ તો ગઈ પણ તે હજી સુધી ગુમ
દિલ્હી પોલીસ કોલ ડિટેઈલ રેકોર્ડ્સ વેચવાના રેકેટમાં પોલીસકર્મીને લઈ તો ગઈ પણ તે હજી સુધી ગુમ

સુરત દિલ્હીની ખાનગી ડિટેકટિવ એજન્સીને (private detective agency in delhi) લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ ગેરકાયદેસર વેચવાના રેકેટમાં સુરત પોલીસના (surat police latest news) હેડ કોન્સ્ટેબલ વિપુલ કોરડિયાની દિલ્હી પોલીસે ધરપકડ કર્યા બાદ અન્ય એક પોલીસ કર્મચારીની પણ પોલીસે અટકાયત કરી હતી. જોકે, તે પોલીસકર્મી મથુન હજી સુધી ગુમ છે. તે આજ દિન સુધી ઘરે પરત નથી આવ્યો. સાથે જ તેણે પિતાને અયોગ્ય પગલા ભર્યાની મેસેજ પર જાણ કરી હતી. માત્ર 2 દિવસ માટે પૂછપરછ માટે લઈ ગયેલા મિથુને કરેલો છેલ્લો મેસેજ ETV Bharatના હાથે લાગ્યો છે.

મિથુને કર્યો પિતાને મેસેજ

મિથુને પોતાના પિતાને આ મેસેજ કર્યો હતો મિથુને આ મેસેજમાં પોતે માનસિક ત્રાસ અનુભવતા હોવાની વાત કરી હતી. હજી સુધી મિથુનનો કોઈ પતો નથી. સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. આ ટીમ મિથુનને શોધી રહી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, મિથુનની પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યો હતો. જ્યારે CCTVમાં મિથુન જતો હોવાનું દેખાય છે. બીજી તરફ આ કેસમાં દિલ્હી પોલીસે જે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડિયાની ધરપકડ કરી છે. તેના બેન્ક એકાઉન્ટમાં રહેલા 19,00,000 રૂપિયા પોલીસ દ્વારા સિઝ્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

7 મહિનાથી ફરજ પર હાજર નહીં થઈને લાંબી રજા પર ઉતરી ગયો દિલ્હી પોલીસે હાલમાં ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડીટેલ રેકોર્ડ્સ ખાનગી ડિટેક્ટિવ એજન્સીને (private detective agency in delhi) પોલીસ દ્વારા વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તેમાં માં સંડોવાયેલા સુરત શહેર પોલીસના કાપોદ્રા પોલીસ પથકમાં (kapodra police station surat) ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડિયાની સંડોવણી બહાર આવી હતી. ત્યારે દિલ્હી પોલીસે આરોપી વિપુલ કોરડિયાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોગુમ થયેલા યુવાનના કેસમાં નવો વળાંક આવ્યો સામે

7 મહિના પહેલા થયો હતો મુક્તજ્યારે કાપોદ્રા પોલીસ મથકમાં (kapodra police station surat) ફરજ બજાવતા વિપુલ કોરડિયાને સુરત શહેર પોલીસના DCP ઝોન 1 ડેપ્યૂટેશનમાં મૂકવામાં આવ્યો હતો. 7 મહિના પહેલાં ઝોન 1 કચેરીથી ફ૨જમાંથી મૂક્ત કરવામાં આવેલા વિપુલ કોરડિયાને પરત કાપોદ્રા પોલીસ મથકમાં (kapodra police station surat) ફરજમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ વિપુલ કોરડિયાએ કાપોદ્રા પોલીસમાં (kapodra police station surat) માત્ર 20થી 25 દિવસની નોકરી કર્યા બાદ છેલ્લા 7 મહિનાથી ફરજ પર હાજર ન થઈને લાંબી રજા પર ઉતરી ગયો હતો.

DCPના ઈમેલ આઈડીથી મેળવ્યા હતા CDR7 મહિનાથી ગેરહાજર રહેલા વિપુલ કોરડિયાએ સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 2ના ઈમેલ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી લોકોના CDR મેળવ્યા હતા. સાથે જ તેણે આ રેકોર્ડ ખાનગી ડિટેકિટવ એજન્સીને વેચીને રૂપિયા કમાવવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. દિલ્હી પોલીસ (delhi police investigation) દ્વારા ઝડપી પાડવામાં આવેલા CDR વેચવાના રેકોર્ડમાં તેની સંડોવણીની બહાર આવતા સુરત શહેર પોલીસ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઅમેરીકાની FBIએ આખરે ભારતની માયુષીનું નામ 'મિસિંગ પર્સન્સ'ની યાદીમાં નાખ્યુ, 3 વર્ષ પહેલા થયેલી ગુમ

ખાનગી વ્યક્તિઓને કોલ ડીટેલ્સ રેકોર્ડ વેચ્યા આરોપી સુરત શહેર પોલીસના DCP ઝોન 2ના ઈમેલ આઈડી અને પાસવર્ડ સહિતના સરકારી ડોક્યૂમેન્ટસનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હતો. સાથે જ લોકોના કોલ ડિટેલ્સ રેકોર્ડ ખાનગી એજન્સીઓને વેચવાના રેકેટમાં પકડાયેલા વિપુલ કોરડિયાના બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂપિયા 19,00,000 રૂપિયાથી વધુ રકમ દિલ્હી પોલીસે સિઝ કરી હતી. શહેર પોલીસને બદનામ કરનારા વિપુલ કોરડિયાએ સુરતમાં પણ ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને કોલ ડિટેલ્સ રેકોર્ડ વેચ્યા હોવાનો ચર્ચા રહ્યું છે અને પોલીસ આ દિશામાં પણ તપાસ (delhi police investigation ) કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details