ગુજરાત

gujarat

CR Patil In Surat: શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ

By

Published : Apr 20, 2022, 5:56 PM IST

સુરતની પીપી સવાણી ગ્રુપ એન્ડ સ્કૂલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલે (CR Patil In Surat) હાજરી આપી હતી. સીઆર પાટીલે આ કાર્યક્રમમાં શિક્ષક અને શિષ્યના સંબંધ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષક એક સંતોષી પ્રાણી છે. તે સૌથી ઓછામાં સંતોષ પામતા હોય છે.
શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ
શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ

સુરત: સુરત પી.પી. સવાણી ગ્રુપ એન્ડ સ્કૂલ (pp savani group and school) દ્વારા 'ચાલો ફરી સૌ સાથે મળીયે'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 'Say No To Drugs' થીમ પર કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil In Surat) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.

સી.આર. પાટીલે વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.

સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો- પી.પી.સવાણી સ્કૂલ (PP Savani School surat)માં છેલ્લા 25 વર્ષમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓના સ્નેહ મિલનનો કાર્યક્ર્મ હતો. આ કાર્યક્ર્મમાં 25 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એમાં અમુક વિદ્યાર્થીઓ આજ સ્કૂલમાં અભ્યાસ કરી ડૉક્ટર, કલેક્ટર બની ચુક્યા છે. આ કાર્યક્રમમાં સમગ્ર પી.પી.સવાણી ગ્રુપ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષક એ સંતોષી પ્રાણી છે- આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે મને આ કાર્યક્રમમાં આવવાનો ખૂબ જ આનંદ થયો છે. ઘણીવાર એવું બનતું હોય છે કે, આપણે આપણો અભ્યાસ પૂર્ણ કરી ઊંચા સ્તરે જતા રહીએ ત્યારે એવું લાગતું હોય છે કે આ બધું તો મારાં જ મહેનતનું પરિણામ છે. પરંતુ તેની પાછળ શિક્ષકનો પણ ખૂબ જ મોટો ફાળો (teachers contribution in students life) હોય છે. શિક્ષક એ સંતોષી પ્રાણી છે. સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષક હોઈ શકે.

આ પણ વાંચો:CR Patil in Vapi: ભાજપ સરકાર સંતોની સાથે જ છે, વાપીના સંત સંમેલનમાં સી. આર. પાટિલે આપી ખાતરી

આજે શિક્ષકો રસ્તો કાપી દે છે-તેમણે કહ્યું કે, એક સમય એવો હતો કે શિક્ષકો સામેથી આવે તો અને એમાં જો પ્રિન્સિપલ હોય તો વિદ્યાર્થીઓ સામે હોય તો તેઓ સાઈડ ઉપર ઊભા રહી જતા, કાંતો રસ્તો કાપી લેતા હતા. આજે પસ્થિતિ અલગ છે. વિદ્યાર્થીઓ સામેથી આવે તો શિક્ષકો (Teachers In Gujarat) રસ્તો કાપી લે છે. એટલો મોટો ફર્ક આજે સમાજ અને વ્યવસ્થામાં પડ્યો છે. આ નેગેટિવ ફર્ક છે આ ફર્ક ન પડવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, અબ્દુલ કલામે રાષ્ટ્પતિ બન્યા પહેલા અણુ બોમ્બ (india nuclear weapons program)ની શોધ કરી દેશને અણુશક્તિ આપી. તેમને રાષ્ટ્પતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અબ્દુલ કલામનું ઉદાહણ આપ્યું- પાટીલે જણાવ્યું કે, હૈદરાબાદમાં એમના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અબ્દુલ કલામના શિક્ષક હતા. ત્યારે અબ્દુલ કલામ (apj abdul kalam as teacher)ને લાગ્યું કે, આ કાર્યક્રમ મારાં ઘરથી ખૂબ જ દૂર છે. મારી પાસે ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા અને અવસ્થા બંને નથી. જેથી હું આ કાર્યક્રમમાં પહોંચી નહીં શકું. ત્યારે અબ્દુલ કલામ એરપોર્ટ પર ઉતરી કાર લઇ સીધા એમના ઘરે ગયા અને ત્યાંથી કાર્યક્રમના સ્થળે ગયા.

આ પણ વાંચો:CR Patil visit in Bhavnagar : સી.આર. પાટીલના આગમન પહેલા ચોર પોલીસના ખેલ ખેલાયા, પોલીસે ખુણે ખાચરેથી પકડ્યા

ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત-તેમણે આગળ જણાવ્યું કે, તે કાર્યક્રમમાં અબ્દુલ કલામે પોતાનો પ્રતિભાવ આપ્યો કે, તેમના શિક્ષકે તેમને કહ્યું હતું કે, અબ્દુલ કલામ આ દેશ તારો ઋણી છે તે આ દેશને અણુશક્તિ આપી છે. પણ એક શિક્ષક તરીકે હું પણ તારો ઋણી છું. મેં મારા જીવનમાં શિક્ષક તરીકે સાર્થક કર્યું છે. આવા શિક્ષકો જેમના કારણે વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં જઈને પોતાનું નામ કરી રહ્યા છે. આ બતાવી રહ્યું છે કે, આપણા દેશમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ (relationship between guru and shishya) ખૂબ જ મજબૂત છે. આ આપણા દેશની સંસ્કૃતિ છે.

ABOUT THE AUTHOR

...view details