ગુજરાત

gujarat

Corona Effect : સુમુલ ડેરીએ દુધમાં 1થી 2 રૂપિયાનો વધારો કર્યો

By

Published : Jun 19, 2021, 12:24 PM IST

કોરોનાકાળમાં દરેક લોકોને આર્થિક માર સહન કરવો પડ્યો છે. સુરતની સુમુલ ડેરીને કોરોનાને કારણે 300 કરોડનનું નુક્સાન સહન કરવું પડ્યું હતુ. હાલમાં સુમુલ ડેરીએ દુધમાં 1 થી 2 રૂપિયાનો વધારો કર્યો છે.

xx
Corona Effect : સુમુલ ડેરીએ દુધમાં 1થી 2 રૂપિયાનો વધારો કર્યો

  • સુમુલ ડેરીએ વધાર્યા ભાવ
  • કોરોનાકાળમાં ડેરીને 300 કરોડનુ નુક્સાન
  • 1થી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

સુરત :પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાનો સામનો કરતી પ્રજાની ચાનો સ્વાદ પણ હવે બગડશે. સુમુલ ડેરી દ્વારા દૂધ ની કિંમત માં 1 રૂપિયા પૈસા થી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 500 મિલી સુમુલ ગોલ્ડ, સુમુલ તાજા તેમજ સુમુલ ગાયના દૂધમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ખર્ચમાં ઘણો વધારો

સુમુલ ડેરીના વ્યવસ્થાપક કમિટીના જણાવ્યા મુજબ પાછલા એક વર્ષમાં ખર્ચમાં અનેક ગણો વધારો થતાં દૂધની કિંમત વધારવી પડી છે એક વર્ષમાં પેકેજીંગ ખર્ચમાં 42 ટકા પ્રોસેસિંગ ઇનપુટ કોસ્ટમાં 28 ટકા અને મિલ્ક સેન્ડલ તથા ટ્રાન્સપોર્ટેશન માટે 30 ટકાનો ખર્ચ વધ્યો છે છ મહિના પહેલા પણ સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ રૂપિયા ત્રણ કરોડ PM અને CM કેર ફંડમાં આપશે

નવા ભાવ
આઈટમ મિલી નવો ભાવ
સુમુલ ગોલ્ડ 500 30
સુમુલ તાજા 500 23
સુમુલ તાજા 250 12
સુમુલ ગાય દૂધ 500 24
સ્લિમ એન્ડ ટ્રીમ 200 09

300 કરોડની ખોટ

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે હતું કે ભાવ વધારાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોરોના લીધે દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં 300 કરોડની ખોટ પડી છે તેમજ પેકેજીંગ ખાંડ દાણ પાવર ગેસ પ્રોસેસિંગ તથા ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં વધારો થવાના લીધે ભાવ વધારવા પડ્યા છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે તે વાવાઝોડાના લીધે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.

આ પણ વાંચો : સુમુલ ડેરી પશુપાલકોને 227 કરોડ રૂપિયા બોનસ ચૂકવશે

18 મહિના પહેલા ભાવ વધારો કરાયો હતો

ખેતીના પાકને નુકસાન થતા પશુપાલનના વ્યવસાય કરતા ખેડૂતોને અમે સહારો આપ્યો છે. આવા પશુપાલકોની મદદ કરવાનો નિર્ણય સુમુલ વ્યવસ્થાપક મંડળ એ લીધું છે. જેના પગલે કિલો ફેટ ભાવ પેટે પશુપાલકોને 228 કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવ્યો છે.ભાવ ફેર, ફેટફેર અને એમટીની રકમ મળી કુલ અઢી લાખ પશુપાલકોને 400કરોડ આપ્યા હતા આ અગાઉ સુમુલ ડેરી દ્વારા 18 મહિના પહેલા ડિસેમ્બર 2019માં ભાવ વધારો કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details