ગુજરાત

gujarat

સુરતમાં કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણમાં, 95 ટકા રિકવરી રેટ, 90 ટકા કોવિડ સેન્ટર બંધ કરાયા

By

Published : May 24, 2021, 1:22 PM IST

શહેરમાં કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણ તરફ જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો તો ઘટ્યા છે. સાથે માત્ર બે જ મોત નોંધાતાં તંત્રને મોટી રાહત થઇ છે. એપ્રિલથી મે મહિના સુધીમાં કોરોનાના કેસો બે હજારથી પણ વધુ હતાં, પરંતુ હવે કેસોની સંખ્યા 300ની અંદર જતા શહેરીજનો પણ કોરોનાનું સંક્રમણ ઘટતા હાશકારો અનુભવી રહ્યા છે. સુરતમાં ચાલી રહેલા સેન્ટરમાંથી 90 ટકા કોવિડ સેન્ટર કેસ ઓછા થતા બંધ કરવામાં આવ્યા છે.

કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણ તરફ જઈ રહ્યો
કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણ તરફ જઈ રહ્યો

  • કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણ તરફ જઈ રહ્યો
  • બે જ મોત નોંધાતાં તંત્રને મોટી રાહત થઇ
  • 90 ટકા કોવિડ સેન્ટર કેસ ઓછા થતા બંધ થયા

સુરત: કોરોનાની બીજી લહેરના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે શહેર ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 445 નવા કેસો આવ્યા હતા. શહેર-ગ્રામ્યમાં 821 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે સાત દર્દીઓના મોત થયા હતા. શહેરમાં કોરોનાના 284 નવા કેસો આવ્યા હતા. કોરોનાથી માત્ર બે મોત થયા હતા. ગ્રામ્યમાં કોરોનાના 161 નવા કેસો આવ્યા હતા. કોરોનામાં પાંચ મોત થયા હતા.

90 ટકા કોવિડ સેન્ટર કેસ ઓછા થતા બંધ થયા

આ પણ વાંચો:સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી

સુરતની સ્થિતિ

અગાઉ પોઝિટિવ 1,38,097
નવા પોઝિટિવ નોંધાયા 445
કુલ 1,38,549
વધુ 821 સહિત સારા થયા 1,31,009
વધુ 7 સહિત મોત 2034
સારવાર હેઠળ પોઝિટિવ 5499

આ પણ વાંચો: VNSGUમાં આજથી RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાયું

રિકવરી રેટ 95 ટકા છે

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલ પોઝિટિવિટી રેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, રિકવરી રેટ 95 ટકા છે. હોસ્પિટલમાં 75 ટકા બેડ ખાલી છે અને વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠન દ્વારા શરૂ કરાયેલા કોવિડ સેન્ટર પણ કેસ ઓછા થતા બંધ કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details