ગુજરાત

gujarat

Kim Mandvi State Highway ખરાબ રોડને લઈને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ નોંધાવ્યો વિરોધ

By

Published : Oct 18, 2021, 6:02 PM IST

સુરત જિલ્લાના Kim Mandvi State Highway રોડ પર બિસ્માર માર્ગને લઈને ચક્કાજામ કરાયો હતો. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Kim Mandvi State Highway ખરાબ રોડને લઈને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ નોંધાવ્યો વિરોધ
Kim Mandvi State Highway ખરાબ રોડને લઈને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ નોંધાવ્યો વિરોધ

  • કીમ-માંડવી રોડ વરસોથી બિસ્માર હાલતમાં
  • સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો થતાં રિસરફેસ નથી થતો
  • કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીએ વિરોધનો મોરચો સંભાળ્યો

સુરત: જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં બિસ્માર રસ્તાઓની સમસ્યાએ માઝા મૂકી છે. માંડવી કીમ માર્ગ (Kim Mandvi State Highway ) પર વર્ષોથી નવીનીકરણ થયું નથી. જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થાય છે. 2010ની સાલ બાદ આ માર્ગ ઉપર નવીનીકરણ કરાયું નથી. લોકો પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ મરામત માટે અનેકવાર રજુઆત છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

Congress MLAએ વિરોધની આગેવાની લીધી

આજે (Kim Mandvi State Highway ) આ ખરાબ રસ્તાઓને લઇને સ્થાનિક ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત આગેવાનોએ ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો. માંડવીના તડકેશ્વર ટોલનાકા નજીક સૌ ભેગા થઇને ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો.

માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત 50થી વધુની અટકાયત

50થી વધુની અટકાયત

એક બાજુ (Kim Mandvi State Highway ) માર્ગો બિસ્માર તો હતાં જ અને બાદમાં વરસાદી સિઝનમાં રસ્તાઓ વધુ બિસ્માર થઈ ગયાં છે. કીમ માંડવી રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે. જેનો વિરોધ આજે ચક્કાજામ સ્વરૂપે જોવા મળ્યો હતો. જોકે તડકેશ્વર ટોલ નાકા નજીક ચક્કાજામ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત 50થી વધુની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ Kim Mandvi State Highway ખખડધજ થતાં વાહનચાલકો તોબા તોબા

આ પણ વાંચોઃ રાત્રીના વરસેલા ધોધમાર વરસાદને પગલે કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર ઘૂંટનસમાં પાણી ભરાયા

ABOUT THE AUTHOR

...view details