ગુજરાત

gujarat

રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત, આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો શરુ

By

Published : Nov 21, 2021, 12:42 PM IST

Updated : Nov 21, 2021, 8:21 PM IST

આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરુ કરાશે
આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરુ કરાશે ()

સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો (Classes 1 to 5 will start from tomorrow) કોવિડ-19 ના તમામ SOPના પાલન સાથે શરૂ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત (State Education Minister Jitu Waghani's announcement) કરી છે.

  • રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત
  • ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ
  • કોવિડ-19 ગાઈડલાઈનના પાલન સાથે ઑફલાઇન વર્ગો શરૂ થશે

સુરત: શહેરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રસ (State Education Minister Jitu Waghani's announcement) મારફતે મહત્વની જાહેરાત કરી હતી કે, કોરોનાને કારણે બે વર્ષથી જે ધોરણ 1થી 5ના વર્ગો અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યા હતા તે હવે સોમવારથી કોવિડ- 19ના તમામ SOPના પાલન સાથે શરૂ કરવામાં આવશે. વાલીઓના સંમતિ પત્રક સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 1થી 5ની શાળાઓ (Classes 1 to 5 will start from tomorrow) 15 માર્ચ 2020થી બંધ કરવામાં આવ્યા હતા. જે બાદ લગભગ બે વર્ષ બાદ રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે પરંતુ બાળ મંદિર વિશે હજી સુધી કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. આગળના દિવસોમાં આ વિશે પણ ચર્ચા કરી વહેલી તકે બાળ મંદિર પણ ખોલવા નિર્ણય આપવામાં આવશે.

રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત

ઓનલાઇન ક્લાસ પણ ચાલુ જ રહેશે

રાજ્ય શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત આવતીકાલથી (Classes 1 to 5 will start from tomorrow) રાજ્યમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગોના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા ન હોય તે વિદ્યાર્થીઓ માટે વર્તમાન પરિસ્થિતિની જેમ ઓનલાઇન ક્લાસ પણ ચાલુ જ રહેશે.

રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરુ કરાશે

આ પણ વાંચો: repeal farm law: અરવિંદ કુમાર શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય

સમગ્ર ભારતમાં ગુજરાત વેક્સિનેશનમાં સંખ્યાની દ્રષ્ટિએ પહેલું રાજ્ય

રાજ્યના મુખ્યપ્રધાન (Chief Minister) સાથે વિચાર- વિમર્શ કરીને સમગ્ર રાજ્યમાં જે પ્રકારે કોરોનાની સ્થિતિ હતી. અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી. કેટલાક નિયમો પણ લાગવા પડ્યા. રાજ્યના મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવ્યું હતું. લોકોના સહયોગથી મોટા પ્રમાણમાં વેક્સિનેશન પૂરી પાડવામાં આવ્યું હતું. વિશ્વ પણ જેની નોંધ લે એ પ્રમાણે ગુજરાતના લોકો માટે વેક્સિનેશન માટે અવેરનેસ પ્રોગ્રામ પણ ઘણા બધા કરવામાં આવ્યા. જેને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત વેક્સિનેશનમાં સંખ્યાની દ્રષ્ટિએ પહેલું રાજ્ય છે.

આ પણ વાંચો: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરુ કરાશે

રાજ્યમાં નવા સત્રની શરૂઆત થઈ રહી છે

અનેક રજૂઆતો બાદ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે શાળા અને કોલેજોમાં ઓફલાઇન અને ઓનલાઈન આ પ્રકારના અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નાના બાળકો ધોરણ 1થી 5ના વર્ગ બાળકોની ચિંતાઓ કરીને શાળાઓ શરૂ કરવામાં આવ્યા ન હતા. લગભગ બે વર્ષ જેટલો સમય કોરોના થયો છે. બાળ મંદિરથી સીધુ પહેલાં અને પહેલામાંથી બીજામાં એવી સ્થિતિમાં બાળકો ભણે છે. રાજ્યના મુખ્યપ્રધાનના (Chief Minister) માર્ગદર્શન હેઠળ આની માટે કમિટી પણ બનાવી છે. બાળકો જ્યાંથી ભૂલ્યા છે ત્યાંથી જ ભણાવવું. બાળક કેવી રીતે જન્મ થાય તેવી રીતે બાળક તેની માતૃભાષા તરફ શીખી લેતો હોય છે. રાજ્યમાં નવા સત્રની શરૂઆત થઈ રહી છે. સોમવારથી જ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર કાર્યો પણ બહાર પાડશે. સાથે વાલીઓની મંજૂરી પણ મેળવવામાં આવશે.

Last Updated :Nov 21, 2021, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details