ગુજરાત

gujarat

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે, અલગ અલગ બે કાર્યક્રમોમાં આપી હાજરી

By

Published : Sep 27, 2019, 10:38 PM IST

સુરતઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેઓએ બે અલગ અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રાંદેર સ્થિત તાપતિ વેલી શાળામાં 10 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટ્સ સંકુલને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Chief Minister Vijay Rupani

મુખ્યપ્રધાને સ્પોર્ટ્સ સંકુલના ઉદ્ઘાટન દરમિયાન બેડમિંટનની પણ મજા માણી હતી. સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સાહસિકોને સન્માનપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણથી શાળાના વિદ્યાર્થીઓ સ્વસ્થ રહે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામના આપુ છુ. નાનપણથી જ બાળક રમતગમતમાં આગળ વધે અને મોટા થઈને 'ફિટ ઈન્ડિયા'ના સપનાને સાકાર કરે તેવી આશા રાખું છું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે, અલગ અલગ બે કાર્યક્રમોમાં આપી હાજરી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્રમાં બાળકો આગળ વધે તે, માટે દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બને તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં બાળકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ બાળ વિકાસ કલ્યાણ પ્રધાન, આરોગ્ય પ્રધાન, સાંસદો, ધારાસભ્યો તેમજ સુરત મેયર પણ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યપ્રધાનની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતાં.

Intro:એન્કર :રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરત મુલાકાતે આવ્યા છે.સુરત માં બે અલગ અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમો માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી.રાંદેર સ્થિત દાંડી રોડ પર આયોજિત તાપતિ વેલી શાળા માં દસ કરોડના ખર્ચે સાકાર થયેલ સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યપ્રધાન ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું..આ પ્રસંગે રાજ્યના આદિજાતિ બાળ વિકાસ કલ્યાણ મંત્રી, આરોગ્ય મંત્રી સહિત સાંસદો, ધારાસભ્યો તેમજ સુરત મેયર ઉપસ્થિત રહ્યા હતા.. મુખ્યપ્રધાન ની સાથે તેમની પત્ની અંજલિ રૂપાણી પણ કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા.





Body:વીઓ 1:સુરત ના દાંડી રોડ તાપતિ વેલી શાળામાં દસ કરોડ ના ખર્ચે સાકાર થયેલ સ્પોર્ટ્સ સંકુલ નું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું.જે પ્રસંગે રાજ્યના આદિજાતિ બાલ વિકાસ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાણાની સહિતના નેતાઓ હાજર રહ્યા હતા..મુખ્યપ્રધાને સ્પોર્ટ્સ સંકુલ ના ઉદ્ઘાટન દરમ્યાન બેડમિંટન ની મજા માણી..મુખ્યપ્રધાને જાતે બેડમિન્ટનની રમત રમી હતી.ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં રમતગમત શેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સાહસિકો નું સન્માનપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા..કાર્યક્રમને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના નિર્માણથી શાળા ના વિધાર્થીઓ અને બાળકો સ્વસ્થ રહે અને રમતગમત શેત્રે આગળ વધે તેવી શુભકામના આપું છુ..નાનપણથી જ બાળક રમતગમત માં આગળ વધે અને મોટા થઈ ફિટ ઇન્ડિયા નો સપનું સાકાર કરશે તેવી આશા રાખું છું.રમતગમત નું મહત્વ ગુજરાતમાં પહેલે થી જ ચાલી આવ્યું છે...


સ્પીચ 1 : વિજય રૂપાણી( મુખ્યપ્રધાન ગુજરાત)Conclusion:વીઓ 2 :કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું કે,ખેલમહાકુંભ માં 40 લાખ લોકો ભાગ લે તે આશ્રયથી વડાપ્રધાન મોદીએ પ્રારંભ કર્યો છે.આપણા છોકરાઓ પોણા ચારસો થી વધુ મેડલ અપાવી દેશ માં ગુજરાત નું નામ ઉજ્જવળ કર્યું છે..રમતગમત શેત્રે બાળકો આગળ વધે તે માટે દરેક જિલ્લમાં સ્પોર્ટ્સ સંકુલ બને તે પ્રકાર નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.જ્યાં બાળકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે...ખેલે ગુજરાત અને જીતશે ગુજરાત નું મંત્ર સાથે આગળ વધીએ અને તેને સાકાર કરીએ.


સ્પીચ 2 : વિજય રૂપાણી( મુખ્યપ્રધાન ગુજરાત)

ABOUT THE AUTHOR

...view details