ગુજરાત

gujarat

આહલાદ્ક સ્વાદરસિક ઘારી, માત્ર સુરતમાં જ નહીં દેશ વિદેશમાં પણ ફેવરીટ

By

Published : Oct 4, 2022, 12:12 PM IST

Updated : Oct 4, 2022, 1:26 PM IST

સુરત બહાર રહેતા સંબંધીઓને ઘારી મોકલવા ગ્રાહકો (Ghari in Surat) દ્વારા ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. 600થી લઈ 1200 રૂપિયા સુધીની અલગ અકાગ ફ્લેવરની ઘારીઓ તૈયાર કરવામાં આવી છે. જે સ્વાદરસિયા સુરતીલાલાઓ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ન માત્ર સુરતમાં પણ દેશ વિદેશમાં પણ ઘારીઓ જાય છે. (Chandi Padvo festival)

આહ્હ્હ્હ સ્વાદરસિક ઘારી, માત્ર સુરતમાં જ નહીં દેશ વિદેશમાં પણ ફેવરીટ, જૂઓ આ વર્ષની વેરાયટીઝ
આહ્હ્હ્હ સ્વાદરસિક ઘારી, માત્ર સુરતમાં જ નહીં દેશ વિદેશમાં પણ ફેવરીટ, જૂઓ આ વર્ષની વેરાયટીઝ

સુરતસુરતીઓના સ્વાદ પ્રિય તહેવાર ચંદી પડવાના પર્વ પર લાખો કિલોની (Ghari in Surat) ઘારી ઝાપટી જવા લાલાઓ પણ ભારે આતુરતાપૂર્વકની વાટ જોઈ બેઠા છે. સુરતની સ્વાદપ્રિય ઘારીબો ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ- વિદેશમાં પણ છે. ત્યારે સુરતીલાલાઓની ડિમાન્ડને લઈ શહેરભરના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે.(Chandi Padvo festival)

ઘારી માત્ર સુરતમાં જ નહીં દેશ વિદેશમાં પણ ફેવરીટ, જૂઓ આ વર્ષની વેરાયટીઝ

ટેકનોલોજીથી પેકિંગ ઘારી પ્રણવ ઘારીવાલાએ જણાવ્યું હતું કે ઘારી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. આ વખતે તેઓએ ટેકનોલોજીનો પ્રયોગ કર્યો છે. ખાસ મશીન થકી દર કલાકમાં 25 કિલો ઘારી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં વિદેશમાં રહેતા લોકો ઘારીની મજા માડી શકે આ માટે એમ.એપી ટેકનોલોજીથી ઘારી પેકિંગ કરવામાં આવી રહી છે. જેના કારણે 20 દિવસ સુધી ધારી સારી રહેશે. હાલ દુબઈ, અમેરિકા, લંડન, કેનેડામાં પણ પાર્સલની સુવિધા તેઓ આપી રહ્યા છે. (ghari making Method)

ગ્રાહકો ભાવ તાલ છોડી ખરીદી પર ધ્યાનદર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ચંદની પડવાની ઉજવણી (chandi padvo festival) કંઈક ખાસ થવાની છે. ગુરુવારના રોજ ચંદની પડવાનો પર્વ છે, જેને લઈ સુરતની મીઠાઈ વિક્રેતાઓ દ્વારા અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ તૈયાર કરી દેવામાં આવી છે. ચંદની પડવાની ઉજવણી કરવા સામાન્ય લોકોની સાથે ખાસ સુરતીઓ ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. ચંદની પડવાના પર્વને ફક્ત એક દિવસ જેટલો સમય બાકી છે. જોકે તે પહેલાં સુરતીલાલાઓ મીઠાઈની દુકાનો પરથી ઘારીની પૂર્વ ખરીદી કરી રહ્યા છે. (Ghari Varieties 2022)

આ વર્ષે ઘારીની અલગ અલગ વેરાયટીઝ

ઘારી વિદેશોમાં પણ વખણાયસુરતની સ્વાદપ્રિય ઘારી વિદેશોમાં પણ વખણાય છે. જેને લઈ મીઠાઈ વિક્રેતાઓ એર કાર્ગો દ્વારા પણ અગાઉથી આપવામાં આવેલ ઓર્ડર પુરા પાડી રહ્યા છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘારીની અલગ અલગ વેરાયટીઝ જોવા મળી રહી છે. જેમાં માવા ઘારીના - 740 રૂપિયા, બદામ પિસ્તા ઘારી- 800, સ્પેશિયલ કેસર પિસ્તા ઘારી- 840, ક્રીમ એન્ડ કુકિસ - 780, સ્વીસ ચોકલેટ નટ્સ - 780, કાજુ મેંગો મેજીક ઘારી -780, ઓરેન્જ બુખારી નટ્સ- 780, અંજીર અખરોટ ઘારી - 900, સ્ટ્રોબેરી નટ્સ ઘારી- 780, કલકતી પાન - મસાલા ઘારી- 780, સ્પેશિયલ કૃષ્ણ કસ્તુરી ઘારી - 880, ડ્રાયફ્રુટ ઘારી - 1200 રૂપિયા, કેસર બદામ પિસ્તા સુગર ફ્રી ઘારી- 950 રૂપિયાની કિંમતે વેચાણ થઈ રહી છે. (surat ghari sweet)

સુરતીઓ આતુર બન્યા છેગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઘારીના ભાવમાં 50થી 60 રૂપિયા સુધીનો વધારો મીઠાઈ વિક્રેતાઓ દ્વારા કરાયો છે. એક તરફ ચાંદની રાત અને ઘારી - ભૂંસાનો સાથની મજા માણવા સુરતીઓએ આગોતરું આયોજન પણ કરી લીધું છે. જ્યાં ચંદની પડવાના દિવસે ધાબા સહિત ડુમસ અને રાજમાર્ગ પર ખુલ્લામાં બેસી સહપરિવાર જોડે ઘારી - ભૂંસાની મેજબાની માનવા પણ સુરતીઓ આતુર બન્યા છે. ઘારી માવાથી તૈયાર થનાર એક મીઠાઈ છે. મેદાના લોટથી તેને કવર કરવામાં આવે છે અને ઘીમાં તલાય છે, ત્યારબાદ ઘી તેની ઉપર ઘી લગાડવામાં આવે છે. (chandi padvo 2022)

ઘારી બનાવવા માટે મશીન

ઘારીનો રસપ્રદઈતિહાસઘારીનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. સુરતની ઘારી વિશે બે વાર્તાઓ પ્રચલિત છે. એવું કહેવાય છે કે સુરતના દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મલદાસજીને પહેલીવાર માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી પસંદ હતી કે આ મીઠાઈ ખાતાં તેમણે દેવશંકરને આશીર્વાદ આપ્યા કે તમારા દ્વારા બનાવેલી આ ઘારી વિદેશમાં ખૂબ પ્રખ્યાત થશે અને એવું જ થયું. (ghari recipe)

શ્રેષ્ઠ મહેમાન નવાજી તરીકે જાણીતાબીજો કિસ્સો એ કે 1857ના પ્રથમ વિદ્રોહ દરમિયાન તાત્યા ટોપે તેમની સેના સાથે સુરતમાં થોડા દિવસો રોકાયા હતા. દરમિયાન, દેવશંકર શુક્લાએ તાત્યા ટોપેનું મનોરંજન કર્યું અને તેમને ઘારી ખવડાવી. તાત્યા ટોપે દેવશંકર શુક્લની ઘારી એટલી પસંદ આવી હતી કે તેમણે દેવશંકરને વિનંતી કરી કે તેઓ તેમની સેનાને પણ ઘારી ખવડાવે.દેવશંકર શુક્લ કે જેઓ ભોજનના શોખીન હતા અને શ્રેષ્ઠ મહેમાન નવાજી તરીકે જાણીતા હતા, તેમણે બીજા દિવસે તેમની સેનાને ઘારી પણ ખવડાવી હતી. આ દિવસ આશો વદ પડવો અથવા ચાંદની પડવોનો દિવસ હતો. આથી સુરતમાં ચંદીપડવાનો તહેવાર ઘારી ખાઈને ઉજવાવા લાગ્યો. (chandi padvo day Ghari)

1942નો ચંદી પડવો ઐતિહાસિક1857માં તાત્યા ટોપે અને તેમની સેના નવસારીમાં આવ્યા પછી ચંડીનાં દિવસે ઘારી - ભૂસું માણવાની પરંપરા દાયકાઓથી ચાલી આવે છે. જો કે, 1942નો ચંદી પડવો ઐતિહાસિક છે કારણ કે સુરતના મીઠાઈ વેચનારાઓએ ગાંધીજીના ભારત છોડો ચળવળને સમર્થન આપવા તેમની દુકાનોને તાળા મારી દીધા હતા. તે દિવસે ન તો કોઈએ ઘારી બનાવી હતી કે ન તો આરોગી હતી. (chandi padvo history)

Last Updated : Oct 4, 2022, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details