ગુજરાત

gujarat

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલનું સુરત રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત, વિજય વધાવાયો

By

Published : Mar 4, 2021, 4:57 PM IST

Updated : Mar 4, 2021, 5:16 PM IST

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર વિજય બાદ બુધવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સુરત રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજયના વધામણાં કરવા માટે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન પહોંચ્યાં હતાં.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલનું સુરત રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત, વિજય વધાવાયો
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલનું સુરત રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત, વિજય વધાવાયો

  • સુરતમાં સી,આર.પાટીલનું થયું ભવ્ય સ્વાગત
  • રેલવે સ્ટેશને હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટ્યાં
  • સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભવ્ય વિજયને લઇને પાટીલને વધાવ્યાં


સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા ઐતિહાસિક વિજય બાદ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. ત્યારે ઉત્સાહભેર કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.તો સાથો સાથ સુરત રેલવે સ્ટેશનથી શહેરના મક્કાઈ પુલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સ્ટેશનની બહાર સરદારની પ્રતિમાને ફુલહાર ચડાવી રેલીને આગળ વધારવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભવ્ય વિજયને લઇને પાટીલને વધાવ્યાં

આ પણ વાંચોઃBTP ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે: CR પાટીલ

પાટીલે આભાર વ્યક્ત કર્યો

પાટીલ દ્વારા પણ મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં થયેલા ભવ્ય વિજય બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મતદાતાઓને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને લોકોએ ભાજપને વિજયી બનાવ્યો છે.

Last Updated : Mar 4, 2021, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details