ગુજરાત

gujarat

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વિરોધ

By

Published : Feb 15, 2021, 8:29 PM IST

સુરતમાં મકાઈ પુલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે નિવેદનની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

gujarat news
gujarat news

  • સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય નજીક કરાયો વિરોધ
  • રાહુલ ગાંધના નિવેદન સામે વિરોધ
  • ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન
    રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વિરોધ

સુરત: રાહુલ ગાંધીએ ગઈકાલે આસામમાં જે નિવેદન આપ્યુ હતું તે ગુજરાતની પ્રજાનું અપમાન છે. તેવું જણાવતા સોમવારે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતીઓનું અપમાન કરવાનું બંધ કરો જેવા પોસ્ટરો લઈને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતો.

રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વિરોધ

સમગ્ર ગુજરાતમાં ગુજરાતી પ્રજામાં ભારે રોષ

સુરતના ભૂતપૂર્વ મેયર જગદીશ પટેલે એ જણાવ્યુ કે, રાહુલ ગાંધીના આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ગુજરાતી પ્રજામાં ભારે રોષ, આક્રોશની લગણી ફરી વળી છે. ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો. તમે આ નાની-મોટી વાતો કરીને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ ના કરો. આનું પરિણામ તમને થોડા દિવસોમાં જોવા મળશે જ. શરમ કરો શરમ કરો જેવા પોસ્ટરો લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details