ગુજરાત

gujarat

કેન્દ્રીય રેલ્વે પ્રધાનની મોટી જાહેરાત: પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે

By

Published : Oct 27, 2021, 10:51 PM IST

કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Union Railway Minister Ashwini Vaishnav)આજે સુરતની મુલાકાતે હતા. રાજસ્થાન અને હરિયાણાની અનેક સંસ્થાઓ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્યાં તેઓએ એક મોટી જાહેરાત કરી હતી. જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સૌપ્રથમ સુરત થી બીલીમોરા વચ્ચે દોડશે(bullet train will first run between Surat and Bilimora) તેમજ દર મહિને આ પ્રોજેક્ટ હેઠળ 50 પિલર તૈયાર કરવામાં આવશે.

કેન્દ્રીય રેલ્વે પ્રધાનની મોટી જાહેરાત: પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે
કેન્દ્રીય રેલ્વે પ્રધાનની મોટી જાહેરાત: પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે

  • 15 ઓગસ્ટ 2026માં સુરત થી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડશે
  • કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આજે સુરતની મુલાકાતે
  • સુરત થી બીલીમોરાનું અંતર 80 કિલોમીટર

સુરત : કેન્દ્રીય રેલ્વે પ્રધાન(Union Railway Minister Ashwini Vaishnav) ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ આજે સુરત ખાતે અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. તેમને જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ 2026માં સુરત થી બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે(bullet train will first run between Surat and Bilimora). બુલેટ ટ્રેન પ્રોજેકટમાં દર મહીને 50 પિલર તૈયાર કરવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજુ પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી અનેક અડચણો ઊભી કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન દ્વારા જાહેરાત ખૂબ જ અગત્યની છે. કારણ કે અમદાવાદ થી મુંબઈ સુધી દોડાવવાનો આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તેમ છતાં અને અડચણો બાદ પણ કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન દોડાવવાનાં મૂડમાં છે. સુરત થી બીલીમોરાનું અંતર આશરે 80 કિલોમીટર છે.

કેન્દ્રીય રેલ્વે પ્રધાનની મોટી જાહેરાત: પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે

વિશ્વના અન્ય દેશો ભયભીત

દેશમાં ટ્રેન મેનુફેક્ચરિંગ શરૂ થઈ ચૂક્યું છે તે મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્થળે થશે. ભારતમાં મેનુફેક્ચરિંગ થી વિશ્વના અન્ય દેશો ભયભીત છે. કારણ કે ઓછા ખર્ચે સારી વસ્તુઓ ભારત બનાવી શકે છે. 500 ટર્મિનલ એવા હશે જેમાં મલ્ટીમોટલ ટર્મિનલની તમામ સુવિધા મળશે. લોજિસ્ટીકની કિંમત ઓછી હોય તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેગન ડિઝાઇન થશે, ડેડીકેટેડ કાર્ગો ટ્રેન પણ ડિઝાઇન થશે.

મોદી ફેબ્રુઆરી માં પ્રથમ કોલ કરશે

ટેલિકોમ સેકટર ને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અત્યારસુધી વિદેશી ટેકનોલોજી પર નિર્ભર હતા પણ PM એ કહ્યું કે 4 G, 5 G ની ડિઝાઇન ભારતમાં થવી જોઈએ. આ અસંભવ બાબત પણ શક્ય થઈ છે. 4 G અને 5 G ની ટેકનોલોજી ભારતમાં તૈયાર થઈ ગઈ છે. ચાર દિવસ પહેલાં જ 5 G ચેન્નાઇમાં પ્રોટોકોલ તૈયાર થયું છે. PM Modi ફેબ્રુઆરીમાં પ્રથમ કોલ કરશે.

આ પણ વાંચો : 28મી ઓકટોબરે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, શહેરમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર

આ પણ વાંચો : Guru Pushya Nakshatra : લગ્નસરા અને ઘર માટે દાગીના ખરીદવાનો ઉત્તમ દિવસ

ABOUT THE AUTHOR

...view details