ગુજરાત

gujarat

પાટીદાર સમાજના અગ્રણીઓ સામે ભુપેન્દ્ર પટેલે કહ્યું, મુખ્યપ્રધાનનો પોતાનો કોઈ સમાજ હોતો નથી

By

Published : Oct 15, 2021, 10:30 PM IST

2022 માં સુરત ખાતે યોજાનાર 'સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' નો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. 'સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' તથા 29 સામાજિક સંગઠનો દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જ્યાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનનો પોતાનો કોઈ સમાજ હોતો નથી. દરેક સમાજને સાથે આગળ લઈને વધીશું.

Latest news of Surat
Latest news of Surat

  • સર્વ સમાજોને સાથે રાખી વિકાસ કરવાની નેમ વ્યકત કરતા ભૂપેન્દ્ર પટેલ
  • વડાપ્રધાનના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના વિઝન થકી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધીએ: મુખ્યપ્રધાન
  • દક્ષિણ ગુજરાતના 29 વિવિધ સામાજિક સંગઠનો દ્વારા મુખ્યપ્રધાન અને પ્રધાનોનું સન્માન કરાયું

સુરત: 2022 માં સુરત ખાતે યોજાનાર 'સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' નો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. 'સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' તથા 29 સામાજિક સંગઠનો દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જ્યાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોઈ શકે પરંતુ મુખ્યપ્રધાનનો પોતાનો કોઈ સમાજ હોતો નથી. દરેક સમાજને સાથે આગળ લઈને વધીશું. કોઈ પણ સમાજ પાછળ ન રહે એના માટે સરદારધામ પણ ખૂબ મહેનત કરે છે.

પાટીદાર સમાજના અગ્રણીઓ સામે ભુપેન્દ્ર પટેલે કહ્યું, મુખ્યપ્રધાનનો પોતાનો કોઈ સમાજ હોતો નથી

કોઈ પણ સમાજ પાછળ ન રહે એના માટે સરદારધામ પણ ખૂબ મહેનત કરે છે: ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના સર્વ સમાજોને સાથે રાખી સર્વવ્યાપી, સર્વસમાવેશક વિકાસ કરવાની નેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 'સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' દ્વારા સુરતના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત અભિવાદન સમારોહના અધ્યક્ષસ્થાનેથી વ્યકત કરી હતી. સુરત અને દક્ષિણ ગુજરાતના 29 જેટલા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા નવનિયુક્ત મુખ્યપ્રધાન અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનોનું સન્માન કરાયું હતું.

પાટીદાર સમાજના અગ્રણીઓ સામે ભુપેન્દ્ર પટેલે કહ્યું, મુખ્યપ્રધાનનો પોતાનો કોઈ સમાજ હોતો નથી

પાટીદાર સમાજ સૌને સાથે રાખીને ચાલનારો સમાજ છે: ભૂપેન્દ્ર પટેલ

જનસમુદાયને સંબોધન કરતા મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, 'સૌના સાથ, અને સૌના વિકાસ'ના મંત્ર સાથે અમારૂ પ્રધાનમંડળ લોકો વચ્ચે રહીને લોકપ્રશ્નોનું નિરાકરણ લાવશે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના વિઝન થકી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધવાનો અનુરોધ તેમણે કર્યો હતો. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સૌને સાથે રાખીને ચાલનારો સમાજ છે તેમ જણાવીને ખોટા રીતિ-રિવાજોને તિલાંજલિ આપીને દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણમાં કટિબદ્ધ બનવાની નેમ વ્યક્ત કરતા મુખ્યપ્રધાને જ્ઞાતિ- જાતિના ભેદભાવ વિના સર્વ સમાજનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે દશેરાના પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details