ગુજરાત

gujarat

ચોકલેટમાંથી બનાવ્યા બુદ્ધિનાથ, 10 દિવસ સુધી કણ પણ ખરતી નથી

By

Published : Aug 31, 2022, 8:59 PM IST

Updated : Aug 31, 2022, 9:23 PM IST

આજે ગણેશચતુર્થીના પર્વ પર લોકો અવનવી થીમ પાર મૂર્તિઓ લાવી ગણેશજીનુંઆગમન વાજતે ગાજતે કરતા હોય છે. એવમાં ભુજની એક ચોકલેટ આર્ટિસ્ટ ચીંકળાટમાંથી ગણેશની મૂર્તિ બનાવી છે જેની અલગ અલગ ઘણી ખાસિયતોથી લોકો પ્રભાવિત તો થાય છે સાથે સાથે તેની તમામ ખાસિયતને કારણે દુલર્ભ અનુભવ પણ કરે છે. Chocolate Ganesha Idol, Kutch Kshatriya community Women, Ganesh Chaturthi Festival 2022, Women made Chocolate Ganesha Idol

ક્ષત્રિય સમાજની મહિલાની આ કારીગરી સૌને મોહી લેશે, બનાવી ગણેશજીની મૂર્તિ
ક્ષત્રિય સમાજની મહિલાની આ કારીગરી સૌને મોહી લેશે, બનાવી ગણેશજીની મૂર્તિ

કચ્છએક સમયે ગણેશોત્સવના (Ganesh Chaturthi Festival 2022) આઠથી દશ દિવસ બાદ પ્રતિમાઓની દુર્દશા જોઈ શ્રદ્ધાળુઓ ચોંકી ઉઠતા હતા. નદીઓ, તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલવાળા રંગોના મિશ્રણથી બનેલી પ્રતિમાઓ પધરાવવામાં આવતી. પરંતુ છેલ્લા દાયકામાં રાજ્યભરમાં ગણેશ ઉત્સવને એક નવી જ રીતે ઊજવવાનું ચલણ વધી રહ્યું છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવનું અભિયાન (Eco Friendly Ganesh Utsav campaign) મહાઅભિયાનનું રૂપ લઈ રહ્યું છે.ત્યારે ભુજના હરસિધ્ધિબા રાણાએ (Kutch Kshatriya community Women) ચોકલેટમાંથી ગણપતિ મહારાજની મૂર્તિ (Chocolate Ganesha Idol) તૈયાર કરી છે અને જે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભુજના ક્ષત્રિય સમાજના હરસિધ્ધિબા રાણાએ 1 દિવસની અંદર 2.5 કિલો ડાર્ક ચોકલેટ અને 500 મિલી લાઈટ સીરપનો ઉપયોગ કરીને 1 ફૂટની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે.

ચોકલેટમાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિગણેશજીની POPની મૂર્તિની જગ્યાએ ગણેશભક્તોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના સ્થાપનનું ચલણ વધી રહ્યું છે. પરિણામે લોકો આજકાલ નારિયેળના રેસા, માટી વગેરેમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે. તેવું આપે સાંભળ્યું હશે પરંતુ આપે ક્યારેય ચોકલેટના ગણપતિ વિશે સાંભળ્યું છે. ભુજના ક્ષત્રિય સમાજના (Kshatriya society of Bhuj ) હરસિધ્ધિબા રાણાએ 1 દિવસની અંદર 2.5 કિલો ડાર્ક ચોકલેટ અને 500 મિલી લાઈટ સીરપનો ઉપયોગ કરીને 1 ફૂટની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે.

ચોકલેટમાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિ

આ પણ વાંચોડાયમંડ જડિત ગણપતિ, સુરતમાં પચાસ હજારથી વધુની કિંમતની ગણેશજીની પ્રતિમા

ડાર્ક ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિપૂરું સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડે છે. હરસિધ્ધિબા રાણાએ જણાવ્યું હતું કે, આ ડાર્ક ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવતા તેમને 1 દિવસનો સમય લાગ્યો છે અને મૂર્તિ બનાવતી વખતે તેમને ગ્લવઝનો ઉપયોગ કર્યો હતો. જે સમયે તમે આ મૂર્તિ નથી બનાવતા ત્યારે તેને પ્લાસ્ટિકથી વ્રેપ કરવું પડે છે. જ્યારે પાછા બનાવો છો, ત્યારે ફરી પ્લાસ્ટિકનું વ્રેપ કાઢવું પડે છે. ચોકલેટમાંથી ગણપતિની મૂર્તિ બનાવવા વખતે પૂરતી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોવાથી 7થી 10 દિવસ સુધી રહી શકે છે. ચોકલેટમાંથી ગણેશજીની જે મૂર્તિ બનાવવામાં આવી છે. તે જો પૂરતી સ્વચ્છતા રાખવામાં આવે તો 7થી 10 દિવસ સુધી રહી શકે છે. આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ હોવાથી આ મૂર્તિનું દૂધમાં વિસર્જન (Ganesha idol Visarjan in milk) કરવામાં આવે છે. તેનું મિલ્કશેક બની જતા નાના બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવશે.

આ પણ વાંચોજૂનાગઢના લોકગાયક સબીર ચોરવાડાએ ગણેશજીની સ્થાપના કરી કોમી એખલાસનું વાતાવરણ બનાવ્યું

નરેંદ્ર મોદીનું ચોકલેટનું સ્ટેચ્યુંઅગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચોકલેટથી બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હરસિધ્ધિબા રાણાએ અગાઉ પણ ચોકલેટમાંથી (Modern Replica Chocolate Ganesha) અવનવી પ્રતિકૃતિઓ બનાવી છે. 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. હરસીધ્ધીબાએ પોતાની 5 વર્ષિય દીકરીની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટીસ્ટોને પણ આશ્ચર્યમા મુક્યા હતા. હરસિધ્ધિબા જયદીપસિંહ રાણાએ પછી ફક્ત 7 દીવસમા જ દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીનું ચોકોલેટની મદદથી ખુબજ સુંદર સ્ટેચ્યું (Narendra Modi Chocolate Statue ) તૈયાર કર્યુ હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Last Updated : Aug 31, 2022, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details