ગુજરાત

gujarat

વર્ષ 2019ની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી મંજુર

By

Published : Aug 28, 2021, 12:37 PM IST

સુરત જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતા હેઠળ ડિસ્ટ્રીકટ લેવલ એપ્રુવલ કમિટી (DLAC),સ્કીમ ફોર એસિસ્ટન્ટ્‌સ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફિક સેક્ટર્સ ઇન ધી ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇન હેઠળ એસિસ્ટન્સ ફોર ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી 2019 યોજના અન્વયે પ્રથમ બેઠક મળી હતી.

વર્ષ 2019ની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી મંજુર
વર્ષ 2019ની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી મંજુર

  • સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં DLACની મીટીંગ મળી
  • ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસિડીને મંજૂરી
  • પાવર ટેરીફ સબસિડીના અરજદારોને પણ મંજૂરી

સુરત : જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતા હેઠળ ડિસ્ટ્રીકટ લેવલ એપ્રુવલ કમિટી (DLAC),સ્કીમ ફોર એસિસ્ટન્ટ્‌સ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફિક સેક્ટર્સ ઇન ધી ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇન હેઠળ એસિસ્ટન્સ ફોર ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી 2019 યોજના અન્વયે પ્રથમ બેઠક મળી હતી. આ મીટીંગમાં આ પોલિસી અંતર્ગત કમિટી દ્વારા કુલ 14 અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ડિસ્ટ્રીકટ લેવલ એપ્રુવલ કમિટીના સભ્ય હોઇ ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મેન્યુફેક્ચરીંગમાં સ્પીનિંગ, ગિનીંગ, ગારમેન્ટ અને એપેરલ પ્રવૃત્તિ સિવાયની ટેક્ષ્ટાઇલ પ્રવૃત્તિઓ કરનારા ટેક્ષ્ટાઇલ એકમોને એકમ સ્થપાયાના પાંચ વર્ષ સુધી ઉપરોક્ત પોલિસીનો લાભ મળે છે. વર્ષ 2019માં બનેલી ઉપરોકત પોલિસીનો લાભ સપ્ટેમ્બર– 2018થી લાગું કરવામાં આવ્યો હતો. સંબંધિત ટેક્ષ્ટાઇલ એકમોને ઉપરોક્ત પોલિસીનો લાભ મળી રહે તે માટે ચેમ્બર દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને પ્રધાનોને સતત રજૂઆતો કરી હતી.

આ પણ વાંચો:નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, ટેસ્ટિંગ બાદ કાર સ્ક્રેપ થશે, નવી કાર પર મળશે ડિસ્કાઉન્ટ- PM MODI

કમિટીની પ્રથમ બેઠક યોજાઇ

આ પોલિસી લાગુ કરવા માટે નડતર અવરોધો દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રયાસોને અંતે હવે ડિસ્ટ્રીક્ટ લેવલ એપ્રુવલ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી અને તેમાં કુલ 14 અરજીઓને કમિટી દ્વારા મંજૂરી મળી હતી.

ABOUT THE AUTHOR

...view details