ગુજરાત

gujarat

કોસંબા બ્રિજ પર ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત

By

Published : May 9, 2021, 6:08 PM IST

કોસંબા બ્રિજ પર ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયેેેલી અકસ્માતની ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો

Surat
Surat

કોસંબા બ્રિજ નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે બની અકસ્માતની ઘટના

ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે થયું મોત

અકસ્માતને લઈ હાઇવે પર થયો ટ્રાફિક જામ

સુુુરત: આજરોજ બપોરના સમયે મુંબઈ અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે પર કોસંબા બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર બ્રિજ પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ડમ્પર ની બ્રેક ફેલ થઈ જતા ચાલકએ બ્રિજ પર ડમ્પર મૂકી દીધું હતું,અને ડમ્પર પરથી નીચે ઉતરી ગયો હતો ત્યારે પાછળથી આવતા ટેન્કર ચાલકને બ્રિજ પર ઉભું રહેલું ડમ્પર નજરે ન ચડતા ધડાકાભેર ટેન્કર ડમ્પર સાથે અથડાયું હતું.

પોલીસે ટેન્કર ચાલકનો મૂર્તદેહ કેબિનમાંથી બહાર કાઢ્યો

કોસંબા બ્રિજ પર ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયેેેલી અકસ્માતની ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતુ. ઘટનાને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત ઉઠાવી મૂર્તક ટેન્કર ચાલકને કેબીનમાંથી બહાર કાઢયો હતો અને PM માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details