ગુજરાત

gujarat

સુરતમાંથી 20 વર્ષ પહેલાં સિમિના કાર્યકરો ઝડપવાના કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર

By

Published : Mar 6, 2021, 1:23 PM IST

વર્ષ 2001માં નવસારી બજાર રાજેશ્રી હોલમાં સિમિના કાર્યકરોની એક મિટિંગ ચાલી રહી હતી. જેમાં દરોડો પાડીને 127 લોકોને પકડી લીધા હતા. તે સમયે પ્રતિબંધિત સંસ્થા સિમિના કાર્યકરોની પાસેથી પોલીસે દેશ વિરોધી પ્રવૃત્તિ અંગેનું ઘણું સાહિત્ય પણ કબ્જે કર્યું હતું. 20 વર્ષ બાદ આ કેસમાં શનિવારે ચુકાદો આવ્યો છે. સુરત ચીફ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. શનિવારે કોર્ટમાં 111 આરોપી હાજર રહ્યા હતા. આ પ્રકરણમાં 5 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

સુરત ચીફ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
સુરત ચીફ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

  • વર્ષ 2001માં રાજેશ્રી હોલમાં સિમિના 127 લોકોની ધરપકડ થઈ હતી
  • આ પ્રકરણમાં 5 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે
  • સુરત ચીફ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

સુરત: હાલના ગુજરાત પોલીસના ડી.જે. આશિષ ભાટિયા જે સમયે સુરત પોલીસમાં અધિક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેની માહિતીને આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં 20 વર્ષ બાદ શનિવારે કોર્ટે ચુકાદો આપ્યો છે.

કુલ 127 યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા

આશિષ ભાટિયા જ્યારે 2001માં સુરતમાં અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 તરીકે ફરજ બજાવતા હતા તે સમયે તેમને એવી માહિતી મળી હતી કે અઠવા પોલીસ મથકની હદમાં આવેલા નવસારી બજાર રાજેશ્રી હોલમાં લઘુમતીઓના શૈક્ષણિક અધિકારીતા મુદ્દે એક સંમેલન યોજવાનું છે અને તેમાં પ્રતિબંધિત સંસ્થા સિમિ (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા )ના મોટી સંખ્યામાં યુવકો ભેગા થવાના છે. જે માહિતીને આધારે અઠવા પોલીસ મથકના PI પંચોલીએ આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને સાથે રાખી રાજશ્રી હોલમાં રાત્રિના બે વાગ્યે રેડ કરી હતી. ત્યાંથી કુલ 127 યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં અનેક ઇસ્લામિક સ્કોલર, ડોક્ટર અને વકીલો પણ સામેલ હતા. આ કાર્યક્રમમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો

સિમિના શખ્સો અમદાવાદના બોમ્બ કાંડમાં પકડાયા હતા

કોસંબામાં રહેતા હનીફ મુલતાની સુરતના બેગમપુરામાં ટેકરા પાસે રહેતા આશિક ઈકબાલ ઉર્ફે આસિફ અનવરભાઇ શેક જે સિમિના કાર્યકરો હતા. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. રાત્રિના બે વાગ્યાથી ઓપરેશન ચાલ્યું હતું. જે બીજે દિવસે સવારે 11:00 વાગ્યા સુધી ચાલ્યું હતું. પોલીસના મોટી માત્રામાં જ દેશ વિરોધી પ્રવૃત્તિ અંગેનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. આ કેસમાં સિમિના શાહબુદ્દીન અશરફ અબ્દુલ્લા દાનીશ યુસુફ મનસુરી અને સાજીદ મન્સૂરી અમદાવાદના બોમ્બ કાંડમાં પકડાયા હતા અને હાલમાં પણ ટાડા હેઠળ જેલમાં બંધ છે. શનિવારે સુરત કોર્ટે ચુકાદો આપી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details