ગુજરાત

gujarat

સુરત બાદ ગ્રામ્ય ક્ષેત્રે પણ આમ આદમી પાર્ટીને સફળતા મળીઃ પ્રદેશ પ્રમુખ AAP

By

Published : Mar 3, 2021, 12:24 PM IST

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સુરત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ગુજરાતની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતના નગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈમાનદાર આમ આદમી પાર્ટીને ખૂબ જ સારો આવકાર મળ્યો છે તે બદલ તેઓ ગુજરાતની ગ્રામ્ય વિસ્ત્તારની જનતાને કે જેમણે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે તે બધાનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી

  • આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી
  • જનતાનો આભાર માનતા ગોપાલ ઈટાલીયા
  • ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે, ભાજપ-કોંગ્રેસ પાર્ટીથી જનતા થાકી ગઈ

સુરતઃ આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સુરત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતના નગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા હતા. પાર્ટી સાથે સતત ઉભા રહેલા સાથી મિત્રો અને ચૂંટણી દરમિયાન હાજર રહેલાં તમામ, અધિકારીઓ, કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલા પોલીસ, હોમગાર્ડ સહિતના અધિકારીઓનો તેમણે આભાર માન્યો હતો.

લોકો હવે નવા વિકલ્પની ખોજમાં છે જે વિકલ્પ છે આમ આદમી પાર્ટીઃ ગોપાલ ઈટાલીયા

આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, જેમ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો તેમ હવે સુરતથી ગ્રામ્ય સુધી આમ આદમી પાર્ટીનો ડંકો વગ્યો છે. આ જોઈને એમ લાગી રહ્યું છે કે, સુરત જ નહિ પરંતુ હવે ગુજરાતની સમગ્ર ગ્રામ્ય પ્રજાને આમ આદમી પાર્ટીને પ્રતિસાદ આપવા માટે ઉત્સુક છે અને ગુજરાતની જનતાએ એમ આમ આદમી પાર્ટીમાં એમ પણ સંદેશો આપ્યો છે કે, પાર્ટીમાં શિક્ષિત યુવાનો રાજનીતિ સાથે જોડાયા હતા અને કંઈક કરી શકવાની ભાવનાઓ હોય તેવા યુવાનોને ટિકિટ આપી હતી. જનતાએ તેમને જ મત આપી એક વાર તક આપવાની વાત કરી હતી અને લોકો પણ હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓથી જનતા હવે થાકી ગઈ છે અને લોકો હવે નવા વિકલ્પની ખોજમાં છે જે વિકલ્પ છે.

સુરત બાદ ગ્રામ્ય ક્ષેત્રે પણ આમ આદમી પાર્ટીને સફળતા મળી

આમ આદમી પાર્ટીમાંથી અત્યાર સુધીમાં 42 જેટલા ઉમેદવારોએ જીત મેળવી

વધુમાં એમણે જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં ચૂંટણી પંચે જે જાહેરાત કરી છે. તે મુજબ તાલુકા પંચાયતમાં કુલ 31 ઉમેદવારો જિલ્લા પંચાયતોમાં 2 ઉમેદવારો, નગરપાલિકામાં 9 ઉમેદવારો એમ કુલ મળીને 42 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી અત્યાર સુધીમાં જીત મેળવી છે અને જે જગ્યા ઉપર આમ આદમી પાર્ટી નથી જીતી શકી તે બેઠકો પર આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજા ક્રમે આવી છે.

ABOUT THE AUTHOR

...view details