ગુજરાત

gujarat

AAP કાર્યકર્તાએ મેસેજ વાયરલ કરી બદનામી કરતાં મહિલા કાર્યકર્તાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

By

Published : Aug 14, 2021, 9:01 PM IST

આમ આદમી પાર્ટીના મહામંત્રી મેસેજ વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા આમ આદમી પાર્ટીની જ મહિલા કાર્યકરે આત્મહત્યાનો પ્રયાસ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.

AAP
AAP

  • પતિએ ઉછીના લીધેલા 4,000 સામે વ્યાજ સાથે 10,000 ચૂકવી દેવા છતાં મેસેજ વાયરલ કર્યો
  • મહિલા કાર્યકર્તાએ 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી નાખી
  • પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી AAP કાર્યકર્તા ગૌતમ પટેલની ધરપકડ કરી

સુરત : છ મહિના પહેલા AAP મહિલા કાર્યકર્તાએ ચૂંટણી પણ લડી હતી. વોર્ડ નંબર 30ના કામ બાબતે તેઓ આપ શહેર મહામંત્રી ગૌતમ પટેલ સાથે મોબાઈલમાં વાત કરતા હતા. ત્યારે ગૌતમ પટેલે કાર્યકર્તાના પતિએ પૈસા માંગ્યા હોવાની વાત કરી હતી અને અન્ય અપમાનજનક વાતો પણ સંભળાવી હતી. ત્યારે કાર્યકર્તાએ આ વાતની જાણ તેમના પતિને કરી હતી.

ગૌતમે ઉશ્કેરાઈને ગાળો અને ધમકીઓ પણ આપી

ત્યારબાદ બંને પતિ-પત્ની ગૌતમ પટેલની ઓફીસ મળવા માટે ગયા હતા. ત્યાં ગૌતમ પટેલે મહિલા કાર્યકર્તાને જણાવ્યું હતું કે, તારા પતિએ 4,000 રૂપિયા લીધા હતા હવે વ્યાજ સાથે 10,000 રુપિયા થાય છે. ત્યારે ગૌતમ પટેલે પતિના પૈસા માંગવાના મેસેજ વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની વાતો કરી હતી. ઉપરાંત, ગૌતમે ઉશ્કેરાઈને ગાળો અને ધમકીઓ પણ આપી હતી.

આ પણ વાંચો- પોરબંદરના સીમાણી ગામના સરપંચના પુત્રના ત્રાસથી શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આપના મહામંત્રી સામે ફરિયાદ

આખરે મહિલા કાર્યકર્તાએ 10,000 રૂપિયા આપી દીધા હતા અને પરત ઘરે ચાલ્યા ગયા હતા. બાદમાં ગૌતમ પટેલે મહિલા કાર્યકર્તાના પતિને જે મેસેજ મોકલ્યા હતા તેનો સ્ક્રીનશોટ પાડીને મહિલા કાર્યકર્તાને મોકલવામાં આવ્યો હતો. આઘાતમાં આવેલા મહિલા કાર્યકર્તાએ પોતાના ઘરે જ એક સાથે 20 ગોળીઓ ખાઇ ડાબા હાથમાં બ્લેડ મારી લીધી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા અને બાદમાં ગૌતમ પટેલની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details