ગુજરાત

gujarat

સુરતમાં ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં આધેડ મળી આવ્યો, આત્મહત્યા કે હત્યા? તપાસ શરૂ

By

Published : Jan 16, 2021, 1:22 PM IST

સુરત જિલ્લામાં આવેલા ઓલપાડમાં એક ખેડૂત વહેલી સવારે ઘરમાંથી ગળું કપાયેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેઓ ઘરમાંથી ગળું કપાયેલી હાલતમાં મળતા આત્મહત્યા કે હત્યાનો પ્રયાસ? તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં આધેડ મળી આવ્યો
ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં આધેડ મળી આવ્યો

  • માતા-પિતાનાં અવસાન બાદ અલગ રહીને ખેતીવાડી કરતા હતા
  • હત્યાનો પ્રયાસ કે આત્મહત્યાનો પ્રયાસ? તપાસનો વિષય
  • દારૂ છોડ્યા બાદ માનસિક રીતે અસ્તવ્યસ્ત રહેતા હતા

સુરત: જિલ્લામાં આવેલા ઓલપાડમાં એક ખેડૂત રહસ્યમય સંજોગોમાં વહેલી સવારે ઘરમાંથી ગળું કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ રીતે ગળું કપાયેલી હાલતમાં મળી આવેલા ખેડૂતે આત્મહત્યા કરી છે કે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? તેને લઈને રહસ્યનાં વંટોળ સર્જાયા છે.

શુક્રવારે બહેનનાં ઘરે પણ જવાની વાત કરી હતી

ઓલપાડ તાલુકાનાં લવાછા ગામે રહેતા નટુભાઈ નરોતમભાઈ પટેલ માતા-પિતાનાં અવસાન બાદ અલગ રહીને ખેતીવાડી કરતા હતા. મકરસંક્રાંતિના દિવસે ખેતરેથી પરત આવ્યા બાદ તેઓએ શુક્રવારે બહેનનાં ઘરે જવાની વાત પણ કરી હતી. જોકે, આજે સવારે લગભગ 4 વાગે તેઓ ઘરમાં જમીન પર લોહીના ખાબોચિયામાં મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, નટુભાઈ પટેલ અપરિણીત હોવાનું અને પરિવારથી જુદા રહીને ખેતીવાડી કરતા હોવાનું જાણવા મળ્યું છે. નટુભાઈ પટેલ ભૂરકાળમાં દારૂનાં બંધાણી હોવાનું અને દારૂ છોડ્યા બાદ માનસિક રીતે અસ્તવ્યસ્ત રહેતા હોવાનું એમના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું. જોકે, હાલમાં નાનુભાઈની સારવાર ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ એમને જાતે ગળું કાપ્યું છે કે અન્ય કોઈએ પ્રયાસ કર્યો છે? એ તપાસનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details