ગુજરાત

gujarat

સુરતના એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ

By

Published : Aug 12, 2021, 10:33 AM IST

Updated : Aug 12, 2021, 2:07 PM IST

સુરતના ઓલપાડના એરથાણ ગામે ગત (બુધવારની મોડી રાતે) મોડી રાત્રીએ 15વર્ષ જુના બે સરકારી આવાસ ધરાશાયી થઈ જવાની ઘટના બની હતી,જેમાં સાત લોકો ઘાયલ થયા હતા અને 3વર્ષીય બાળકીનું મૃત્યું થયું હતું.

death
એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ

  • સુરતમાં ઓલપાડમાં મધ્ય રાત્રીએ બની કરૂણ ઘટના
  • સરકારી આવાસની દિવાલ ધરાશાયી થતા 8 લોકો દબાયા હતા
  • ઘટનામાં 3 વર્ષની બાળકીનું મૃત્યું થયું હતુ

સુરત: ઓલપાડના એરથાણ ગામે હળપતિ વાસમાં ગત મોડી રાત્રીએ 15 વર્ષ જુના બે સરકારી આવાસ ધરાશાયી થઈ જવાની ઘટના બની હતી,પરિવાર ઘરોમાં સૂતો હતો તે દરમિયાન જર્જરિત એક મકાન ની દીવાલ પડી જતા બાજુ દીવાલને ધક્કો લાગતા બન્ને ઘરની દીવાલ તેમજ પતરા પડી જતા બન્ને ઘરમાં સુતેલા 4-4 સભ્યો દબાઈ ગયા હતા,ઘટના ની જાણ આજુબાજુ માં રહેતા રહીશોને થતા તેઓ તાત્કાલિક આવી ગયા હતા અને દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા જેમાં 3 વર્ષીય બાળકીનું કરુણ મૃત્યું થયુ હતું, જ્યારે ઇરજાગ્રસ્ત સભ્યોને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ

સ્થાનિકોનો તંત્ર પ્રત્યે રોષ

એરથાણના હળપતિ વાસમાં ઘણા સરકારી આવાસો જર્જરિત થઈ ગયા છે,સ્થાનિકો દ્વારા અવાર નવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં તંત્ર દ્વારા વાત ગંભીરતા થી ન લેતા આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું . ઘટના ને કલાકો વીત્યા છતાં સરકારના કોઈ અધિકારીઓ ન આવતા પરિવારજનો તેમજ સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો.

એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ
એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ
ઇરજાગ્રસ્ત તેમજ મરણ થયેલ વ્યક્તિઓના નામ
  • પરેશ ગણપત રાઠોડ
  • સુનિતા પરેશ રાઠોડ
  • પવન પરેશ રાઠોડ
  • પાયલ પરેશ રાઠોડ 3 ( મૃતક )
  • રેખા મેલજી રાઠોડ
  • જીગ્નેશ મેલજી રાઠોડ
  • સાહિલ મેલજી રાઠોડ
  • ભરત રમેશ રાઠોડ
  • સુરજ મેલજી રાઠોડ
Last Updated : Aug 12, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details