ગુજરાત

gujarat

સુરતની 16 વર્ષીય એથલીટે સ્વસ્તિક પોઝ બનાવ્યો, સોશિયલ મીડિયા પર થઈ પ્રશંસા

By

Published : Nov 17, 2020, 4:30 PM IST

Updated : Nov 17, 2020, 5:34 PM IST

અત્યાર સુધી લોકોએ સ્વસ્તિકના અનેક રુપ જોયા હશે. પરંતુ સુરતની 16 વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિકની રચના કરી છે તેની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે. હીરે પોતાના બંને હાથ અને પગ 90 ડીગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સુરતની 16 વર્ષીય એથલીટે સ્વસ્તિક પોઝ બનાવ્યો
સુરતની 16 વર્ષીય એથલીટે સ્વસ્તિક પોઝ બનાવ્યો

  • સુરતની એથલીટે સ્વસ્તિક પોઝ બનાવ્યો
  • તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ
  • હીરે પરિવારના સહયોગથી બનાવ્યો પોઝ


સુરત: અત્યાર સુધી લોકોએ સ્વસ્તિકના અનેક રુપ જોયા હશે. પરંતુ સુરતની 16 વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિકની રચના કરી છે તેની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે. હીરે પોતાના બંને હાથ અને પગ 90 ડીગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સુરતની 16 વર્ષીય એથલીટે સ્વસ્તિક પોઝ બનાવ્યો
બંને હાથ અને પગને 90 ડીગ્રીમાં મૂકી સ્વસ્તિકની રચના કરીધોરણ 10ની વિદ્યાર્થિની 16 વર્ષીય હીર પારેખ એથ્લિટ છે. રાજ્યસ્તરની પ્રતિયોગિતામાં તેણે સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે, પરંતુ આજે સોશિયલ મીડિયામાં તેના એક ખાસ એથ્લેટિક પોઝની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની રંગોળી શોધતા આવ્યો વિચાર


દિવાળીની રંગોળી માટે હીરના પિતા અને બહેન સોશિયલ મીડિયા પર તપાસ કરતા આ સ્વસ્તિક પોઝનો વિચાર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તસવીર જોઈ હીરે માત્ર ગણતરીની મિનિટોમાં પોતાના બંને હાથ અને પગને 90 ડીગ્રીમાં મુકી સ્વસ્તિક પોઝની રચના કરી છે.

એથલીટ હોવાના કારણે સહેલાઇથી બનાવ્યો પોઝ

આ અંગે હીર પારેખે જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળમાં લોકોમાં સર્જાયેલી નકારાત્મકતાને દૂર કરવા માટે ખાસ સ્વસ્તિક પોઝ બનાવ્યું છેે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક કોચ સાફ રીતે જોવા મળે છે. પોતે એથલીટ હોવાના કારણે સહેલાઇથી પોઝ બનાવ્યો છે. તેણે જણાવ્યું કે, તે ક્યારેય પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી. પરંતુ સ્વસ્તિકની તસ્વીર પ્રથમવાર અપલોડ કરી હતી. આ તસવીર અપલોડ કરી લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સકારાત્મક સંદેશ પહોંચાડવા માંગે છે.

સ્વસ્તિક પોઝનો ફોટો ઝડપથી વાઈરલ થયો
હીર પારેખ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ખાસ સ્વસ્તિક પોઝ દેશના વિદેશમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Last Updated : Nov 17, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details