ગુજરાત

gujarat

વલસાડ-સંઘપ્રદેશની બેન્કોના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાતા બેન્કો રહી બંધ

By

Published : Mar 16, 2021, 4:51 PM IST

રાષ્ટ્રીયકૃત બેન્કના ખાનગીકરણના વિરોધમાં દેશમાં 2 દિવસની બેન્ક કર્મચારીઓએ હડતાલ કરી વિરોધ વ્યક્ત કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી અને દમણ ઉપરાંત વલસાડ જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કમાં પણ સોમવારે કામગીરી ઠપ્પ રહી હતી.

2 દિવસ બેન્કમાં હડતાલ
2 દિવસ બેન્કમાં હડતાલ

  • 2 દિવસ બેન્કમાં હડતાલ
  • વલસાડ-સંઘપ્રદેશની બેન્કના કર્મચારીઓ પણ જોડાયા
  • કરોડોનો વહેવાર થયો ઠપ્પ

સેલવાસ: રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્કના કર્મચારીઓએ 2 દિવસની હળતાલનું એલાન કર્યું છે. જેમાં સંઘપ્રદેશ અને વલસાડ જિલ્લાની બેન્કના કર્મચારીઓ પણ જોડાતા તમામ બેન્ક વ્યવહાર ઠપ્પ રહ્યો હતો અને બેન્કો પણ બંધ રહી હતી.

આ પણ વાંચો:બેન્કના ખાનગીકરણ સામે બેન્ક કર્મચારીઓની હડતાલ

સોમવારે કરોડોનો બેન્ક વહેવાર ઠપ્પ થયો

ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને વલસાડ જિલ્લામાં સોમવારે કરોડોનો બેન્ક વહેવાર ઠપ્પ થયો હતો. સરકારી બેન્કના કર્મચારીઓએ બેન્કના ખાનગીકરણને લઈને તેના વિરોધમાં બે દિવસીય હડતાલ રાખવાનું એલાન કર્યું હતું. જેમાં આ વિસ્તારની બેન્કના કર્મચારીઓ પણ જોડાયા હતા.

વલસાડ-સંઘપ્રદેશની બેન્કના કર્મચારીઓ પણ જોડાયા

સામાન્ય માણસોને મુશ્કેલી પડશે

બેન્કના અધિકારી અને કર્મચારીઓના જણાવ્યા અનુસાર, જો સરકાર દ્વારા સરકારી બેન્કોને પ્રાઇવેટ કરી દેશે તો, તેમની નોકરી પર ખતરો ઉભો થશે. બેન્કોનું ખાનગીકરણ થવાથી નાના ખાતેદારોને તકલીફ પડશે. નાના મજૂરો, ફેરી કરતા લોકો, નાના ધંધાદારીઓ જેઓએ ફરજિયાત ઓછામાં ઓછુ પાંચ હજાર રૂપિયાનું બેલેન્સ મેઇન્ટેન કરવું પડશે. જે સામાન્ય માણસ કરી શકશે નહી. જેથી તેના વિરોધમાં આખા દેશમાં થઈ રહેલી બે દિવસીય હડતાલમાં જોડાઈને તમામ શાખાઓ બંધ રાખી છે.

આ પણ વાંચો:જામનગરમાં 3500 જેટલાં બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા

બેન્કની શાખાઓ પર તાળાં લટકતા જોવા મળ્યા

બેન્ક કર્મચારીઓની 2 દિવસની હડતાલમાં આ વિસ્તારમાં કરોડોનું ટ્રાન્જેક્શન અટકી પડશે. ઉદ્યોગકારો સાથે સામાન્ય ગ્રાહકોને પણ અનેક તકલીફોનો સામનો કરવો પડશે. હડતાલના પ્રથમ દિવસે વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓ પર તાળાં લટકતા જોવા મળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details