ગુજરાત

gujarat

સાંસદ મોહન ડેલકરની સ્યૂસાઇડ નોટમાં જેના પણ નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ

By

Published : Mar 5, 2021, 5:29 PM IST

Updated : Mar 5, 2021, 7:57 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં આત્મહત્યા કર્યા બાદ શુક્રવારે તેના 12માં પછીનો પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દાદરા નગર હવેલીના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

સાંસદ મોહન ડેલકરની સ્યુસાઇડ નોટમાં જેના પણ નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ
સાંસદ મોહન ડેલકરની સ્યુસાઇડ નોટમાં જેના પણ નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ

  • કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે કરી હતી આત્મહત્યા
  • સ્યૂસાઇડ નોટમાં જે લોકોના નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ
  • આદિવાસી સાંસદોએ કરી માગ

સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં આત્મહત્યા કરી હતી. ત્યારે શુક્રવારે તેના 12માં પછીનો પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ, બારડોલીના આદિવાસી સાંસદો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સાંસદ મનસુખ વસાવાએ અને પ્રભુ વસાવાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોહન ડેલકર બાહોશ આદિવાસી નેતા હતા. તેમણે આ પગલું ભરવું પડ્યું એ દુઃખદ બાબત છે. તેમને ન્યાય મળવો જોઈએ. આ અંગે પાર્લામેન્ટમાં પણ તમામ સાંસદો રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું.

આદિવાસી સાંસદોએ કરી માગ

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું

મોહન ડેલકરે અનેક વખત આદિવાસી સમાજ માટે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો

માનસિંગ પટેલે પણ મોહન ડેલકરની આત્મહત્યાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. મોહન ડેલકરે અનેક વખત આદિવાસી સમાજ માટે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે તેની સ્યૂસાઇડ નોટમાં જે લોકોના નામનો ઉલ્લેખ છે, તે તમામ લોકો સામે કાર્યવાહી થાય તેવી માગ આ તમામ સાંસદોએ કરી હતી.

સાંસદ મોહન ડેલકરની સ્યુસાઇડ નોટમાં જેના પણ નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ

આ પણ વાંચોઃ અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનારા મોહન ડેલકરની અલવિદા

Last Updated :Mar 5, 2021, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details