ગુજરાત

gujarat

રાજકોટમાં વેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ શરૂ

By

Published : Mar 10, 2021, 8:48 PM IST

રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા બુધવારથી ત્રણ ઝોનમાં મિલકત સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બજેટમાં વેરા વિભાગને 260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, તે પૈકી હજુ સુધી મનપા દ્વારા માત્ર 170 કરોડ રૂપિયા વેરા પેટે ભેગા કરવામાં આવ્યાં છે.

રાજકોટમાં વેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ શરૂ
રાજકોટમાં વેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ શરૂ

  • વેરા વસૂલાત શાખા દ્વારા મિલકત સીલીંગની કાર્યવાહી શરૂ કરાઈ
  • બજેટમાં વેરા વિભાગને 260 કરોડનો લક્ષ્યાંક અપાયો
  • મનપા દ્વારા 170 કરોડ રૂપિયા વેરા પેટે વસૂલાયા

રાજકોટઃ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા બુધવારથી ત્રણ ઝોનમાં મિલકત સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બજેટમાં વેરા વિભાગને 260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, તે પૈકી હજુ સુધી મનપા દ્વારા માત્ર 170 કરોડ રૂપિયા વેરા પેટે ભેગા કરવામાં આવ્યાં છે. ત્યારે 90 કરોડની ઘટને પુરી કરવા માટે મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા વેરો નહીં ભરનારા મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભુજમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ, પાંચ મિલકતોને સીલ કરી સેવાઓના જોડાણ કટ કર્યા

શહેરમાં 700થી વધુ મોબાઇલ ટાવરનો વેરો હજુ બાકી

વેરા વસુલાત શાખા દ્વારા ઔદ્યોગિક એકમમાં આવેલા 40 જેટલા મોટા કારખાનાઓ, હોટલ, રેસ્ટોરન્ટ સહિતની વેરા બાકી હોય તેવી મિલકતોનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારે આજે બુધવારથી મનપાના ત્રણ ઝોનમાં મિલકત સિલીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં 700 થી વધુ મોબાઇલ ટાવર નો હાલ વેરો બાકી છે. તો બીજી તરફ મોબાઈલ કંપનીના માલિકોએ વેરામાં ઘટાડો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરી છે.

રાજકોટમાં વેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ શરૂ

ABOUT THE AUTHOR

...view details