ગુજરાત

gujarat

રાજકોટમાં મહિલા તસ્કર ગેંગ સક્રિય, ઘટના CCTVમાં કેદ

By

Published : Aug 1, 2021, 5:58 PM IST

રાજકોટમાં મહિલા દ્વારા વેપારીને વાતોમાં ફોસલાવીને જ્વેલર્સની દુકાનમાંથી અંદાજિત ત્રણ કિલો જેટલા ચાંદીની ઉઠાંતરી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે શહેરના A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા મહિલા ગેંગ અંગેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં મહિલા તસ્કર ગેંગ સક્રિય, ઘટના CCTVમાં કેદ
રાજકોટમાં મહિલા તસ્કર ગેંગ સક્રિય, ઘટના CCTVમાં કેદ

  • રાજકોટમાં મહિલા તસ્કર ગેંગ સક્રિય
  • જવેલર્સની દુકાનમાંથી 3 કિલો ચાંદીની કરી ચોરી
  • ચોરીના આ સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ: રંગીલા રાજકોટમાં હવે મહિલા ગેંગ સક્રિય થઇ છે. જેના દ્વારા શહેરની અલગ અલગ દુકાનોમાં તસ્કરી કરવામાં આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં સામે આવી છે. જેમાં મહિલા દ્વારા વેપારીને વાતોમાં ફોસલાવીને જ્વેલર્સની દુકાનમાંથી અંદાજિત ત્રણ કિલો જેટલા ચાંદીની ઉઠાંતરી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે રાજકોટના A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા મહિલા ગેંગ અંગેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં મહિલા તસ્કર ગેંગ સક્રિય, ઘટના CCTVમાં કેદ

3 કિલો ચાંદીના દાગીનાની દુકાનમાંથી કરી ઉઠાંતરી

રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી શક્તિ જ્વેલર્સ નામની દુકાનમાં બપોરના સમયે 4 જેટલી મહિલાઓ ઘરેણાંની ખરીદી કરવા માટે આવી હતી. મહિલાઓ ચાંદીની અલગ-અલગ આઈટમો ચેક કરવાના બહાને વેપારીને દાગીના બતાવવામાં વ્યસ્ત રાખી એક મહિલા વેપારીની નજર ચૂકવી દાગીના ભરેલો કબાટ ખુલ્લો હોવાથી, એમાંથી 3 કિલો ચાંદીના દાગીના ભરેલો એક ડબ્બો ચોરી કરી નાસી ગઈ હતી. આ મહિલાઓની સમગ્ર ઘટના અહીં દુકાનમાં લગાવામાં આવેલા કેમેરા કેદ થઈ હતી. જેના આધારે રાજકોટ પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ જગતમાં વધુ એક વખત થઈ શર્મસાર, 5 જેટલી મળી ખાલી બોટલ

વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

સોની બજારમાં દુકાનમાં 3 કિલો જેટલા ચાંદીની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઇને દુકાનના વેપારીએ CCTV ફુટેજના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જવેલર્સના વેપારી અનિલ મુંધવાએ આ સમગ્ર મામલે રાજકોટના A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું જ્યારે બપોરના સમયે જવા માટે ગયો ત્યારે મારા ભાગીદાર અહીં બેઠા હતા અને આ ઘટના તે દરમિયાન બની છે. જ્યારે પોલીસ દ્વારા પણ આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details