ગુજરાત

gujarat

રૂપાણી બાદ હવે રાજકોટનું દર્દ કોણ સાંભળશે! મનપાએ સરકારને પાણી પ્રશ્ને લખ્યા અનેક પત્રો, નોંધ પણ ન લેવાઈ

By

Published : Feb 16, 2022, 1:38 PM IST

Updated : Feb 16, 2022, 2:08 PM IST

વિજય રુપાણીની સરકાર વખતે પાણીની રજૂઆતોનો ત્વરિત થતો નિકાલ હવે ક્યાંક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. રાજકોટમાં પાણીની (Water shortage in Rajkot ) શું સ્થિતિ છે તે જાણવા ક્લિક કરો.

Water shortage in Rajkot: હવે રાજકોટ મનપા બેહાલ, સરકારને પાણી માટે લખેલા પત્રનો કોઇ જવાબ પણ નહી
Water shortage in Rajkot: હવે રાજકોટ મનપા બેહાલ, સરકારને પાણી માટે લખેલા પત્રનો કોઇ જવાબ પણ નહી

રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને સૌની યોજના મારફતે પત્ર લખીને પાણી આપવાની માગ કરી છે. જ્યારે આ પત્ર લખ્યા એના 10 દિવસ જેટલો સમય વીત્યો છતાં પણ સરકારમાંથી આ અંગેનો કોઈ જવાબ આવ્યો નથી. જ્યારે આગામી દિવસોમાં રાજકોટના જળાશયોમાં (Water shortage in Rajkot ) પાણી ખૂટી જશે. જેને લઈને મનપા તંત્ર આ મામલે ચિંતિત (RMC Letter to Government) બન્યું છે.

કમિશનરઃ આગામી 31 જુલાઈ સુધી પાણી ચાલે તેમ છે

રૂપાણી સરકાર ગયા બાદ કોઈ ભાવ પૂછતું નથી

અગાઉ વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે ખૂદ મુખ્યપ્રધાન જ રાજકોટના હોઇ રાજકોટ શહેરને જે જોઈતું હોય તે માગણી મુજબ તાત્કાલિક મળી જતું હતું. જ્યારે રૂપાણી સરકાર સમયે શહેરમાં પાણીની સમસ્યા (Water shortage in Rajkot ) ઉભી થતી તો તે તાત્કાલિક સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી આપવામાં આવતું હતું. એવામાં હવે રૂપાણી સરકારના રાજીનામાં બાદ રાજકોટની પરિસ્થિતિ પણ કફોડી બની હોય તેમ મનપા દ્વારા પાણી માટે લખવામાં આવેલ પત્રનો કોઈ જવાબ (RMC Letter to Government ) પણ આવ્યો નથી.

આ પણ વાંચોઃ Water shortage in Rajkot: રાજકોટના જળાશયોમાં આગામી બે ત્રણ મહિના સુધી ચાલે તેટલું જ પાણી

શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય: કમિશનર

રાજકોટ કમિશનર અમિત અરોરાએ (Rajkot Commissioner Amit Arora) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં રાજકોટમાં 320થી365 MLD પાણીની (Water shortage in Rajkot ) જરૂરિયાત છે. જ્યારે હાલમાં રાજકોટમાં નર્મદાની બે કેનાલ મારફતે નિયમિત 100 MLD પાણી મળે છે. તેમજ આપણી પાસે ભાદર અને ન્યારી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે. જેમાંથી ભાદર ડેમમાં આગામી 31 જુલાઈ સુધી પાણી ચાલે તેમ છે. તેમજ ન્યારી ડેમમાં 30 જૂન સુધી ચાલે એટલું પાણી છે અને આજીડેમમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપણને પાણી મળી જશે જેના કારણે પાણીની સમસ્યા (RMC Letter to Government ) નહીં સર્જાય.

આ પણ વાંચોઃ આ વખતે રાજકોટ વાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય

Last Updated :Feb 16, 2022, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details