ગુજરાત

gujarat

રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં વજુભાઈ વાળા વતન પરત ફરશે, મિત્ર સાથે કરી વાત

By

Published : Jul 6, 2021, 7:33 PM IST

Updated : Jul 6, 2021, 8:20 PM IST

રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા ( Governor Vajubhai Vala )નો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા તે પોતાના વતન રાજકોટ પરત આવી રહ્યા છે. ત્યારે, તેમના મિત્ર અને રાજકોટ સરગમ ક્લબ ( Sargam Club Rajkot )ના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા સાથે ફોન પર વાતચીત કરી હતી. ગુણુભાઈ સાથેની વાતચીતમાં પોતાને ગમતા નાટક અને ડાયરાઓ ફરી રાજકોટમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં વજુ વાળા વતન પરત ફરશે
રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં વજુ વાળા વતન પરત ફરશે

  • વજુભાઇ વાળાનો કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ
  • 3-4 દિવસમાં વજુભાઇ વાળા પોતાના વતન રાજકોટ ખાતે પરત આવશે
  • વજુભાઈને રાજકોટ સાથેનો અનેરો નાતો રહ્યો છે: ગુણુભાઈ ડેલાવાળા

રાજકોટ: તાજેતરમાં જ દેશના 8 રાજ્યના રાજ્યપાલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે અત્યાર સુધી રાજકોટના વજુભાઇ વાળા ( Governor Vajubhai Vala )હતા. જ્યારે તેમનો હવે રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો છે, આથી આગામી 3-4 દિવસમાં વજુભાઇ રાજકોટ ખાતે પરત આવવાના છે, પરંતુ વજુભાઇ ( Vajubhai Vala Return have To Rajkot ) રાજકોટમાં પરત આવે તે પહેલાં તેમણે પોતાના મિત્ર અને રાજકોટ સરગમ ક્લબ ( Sargam Club Rajkot )ના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજકોટમાં હતા ત્યારે પોતાના મિત્ર સાથે શું શું પ્રવૃત્તિઓ કરતા અને પોતાને ગમતા નાટક અને ડાયરાઓ ફરી રાજકોટમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં વજુ વાળા વતન પરત ફરશે

આ પણ વાંચો:નવસારી ભાજપના પાયાના કાર્યકર મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ

વજુભાઈએ રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ કર્યો પૂર્ણ

વજુભાઇ વાળા રાજ્યના નાણાંપ્રધાન, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને છેલ્લે વજુભાઈએ કર્ણાટકના રાજ્યપાલ તરીકે પોતાનો કાર્યકાળ હાલમાં જ પૂર્ણ કર્યો છે. ત્યારે હવે તેઓ આગામી 3થી 4 દિવસોમાં ફરી રાજકોટ ખાતે આવવાના છે. જેને લઈને વજુભાઇના મિત્ર વર્તુળ અને પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વજુભાઈને રાજકોટ સાથેનો અનેરો નાતો રહ્યો છે. જ્યારે અહીં જ તેમના બાળપણથી માંડીને રાજકારણ સુધીની સફર રહી છે.

વજુભાઈને વણેલા ગાંઠિયા અને ઢોકળા ખાવાનો ખૂબ જ શોખ

આમ તો ગુજરાતીઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે, પરંતુ વજુભાઇ વાળાને વણેલા ગાંઠિયા અને ઢોકળા ખૂબ જ ભાવતા હતા. તેઓ જ્યારે પણ મિત્રો સર્કલમાં ભેગા થાય ત્યારે અચૂક ઢોકળા અને ગાંઠિયાનો પોગ્રામ કરતા હતા. હાલ વજુભાઇની ઉંમર 83 વર્ષની થવા પામી છે, પરંતુ તેઓ સત્તત કાર્યશીલ રહે તેવો સ્વભાવ ધરાવે છે. જ્યારે આગામી દિવસોમાં વજુભાઇ રાજકોટ ખાતે આવવાના હોવાથી તેઓ પ્રથમ હેમુ ગઢવી હોલમાં નાટક અને ડાયરો માણવાનું પસંદ કરશે. તેવું સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતી મંગુભાઈ પટેલ બન્યાં Governor of Madhya Pradesh, જાણો મંગુભાઈ પટેલને

મિત્રોને હંમેશા મોજમાં રહેવાનું કહેતા- ગુણુંભાઈ

વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેઓ રાજકોટ ખાતે આવવાના છે, ત્યારે તેમના જુના સાથી મિત્ર ગુણુભાઈ ડેલાવાળા સાથે તેમની ફોનમાં વાતચીત થઈ હતી. તેમાં વજુભાઈએ રાજકોટ આવીને પહેલાની જેમ નાટક અને ડાયરાઓની મજા માણવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વજુભાઇ રાજકોટના સરગમ ક્લબના ચેરમેન છે. આથી, ગુણુભાઈ સાથે તેમનો 40 વર્ષ જૂનો નાતો રહ્યો છે.

નાણાં પ્રધાન હતા છતાં સ્કૂટર પર બેસીને જતા ઘરે

વજુભાઇ વર્ષોથી કલાના શોખીન છે. તેઓને લોકડાયરો અને નાટકો જોવા ખૂબ જ ગમતા હોય છે. ત્યારે, તેઓ રાજકોટ આવીને પહેલા પોતાનો આ શોખ પૂરો કરશે. આ સાથે જ વજુભાઇ હસમુખ ચહેરો ધરાવતા હતા ગમે તેવું હોય કોઈ પણ વ્યક્તિ તેમની પાસે જાય એટલે વજુભાઇ તેને પોતાની આગવી શૈલીમાં હસાવતા હતા. જ્યારે તેઓ જમીન સાથે જોડાયેલા હતા એટલે કોઈક વાર કાર્યક્રમ દરમિયાન રાતના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્કૂટર પર તેઓ ઘરે જતાં હતા. રાજ્યના પ્રધાન હોવા છતાં સ્કૂટર પર બેસવામાં પણ સંકોચ અનુભવતા નહોતા.

Last Updated :Jul 6, 2021, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details