ગુજરાત

gujarat

લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઇરલ, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

By

Published : Jul 1, 2020, 5:49 PM IST

Updated : Jul 1, 2020, 5:54 PM IST

શાપર વેરાવળમાં માણસાઈને લજાવે અને લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો ચાઈનીઝ એપ પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ બોલિવુડ સોંગ ઈશ્ક હે, ઈશ્ક હે... પર એકશન કરી શિવ મંદિરના નંદીને લાત મારતો વીડિયો બનાવ્યો છે.

the-video-went-viral-hurting-the-religious-sentiments-of-the-people-in-shapar-veraval
શાપર વેરાવળમાં લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વિડિયો વાઇરલ

રાજકોટ: ભારત-ચીનની અથડામણમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા. આથી સમગ્ર દેશના લોકો ચીન સામે રોષ ઠાલવી રહ્યા છે, તેમજ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે ચીનની વસ્તુઓનો વિરોધ કરતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા ભારતમાં tiktok, share chat, xender, helo, like, you came mack up, mi community, cm browsers,virus cleaner સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

શાપર વેરાવળમાં લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વિડિયો વાઇરલ

ચીનના વિરોધ વચ્ચે શાપર વેરાવળમાં માણસાઈને લજાવે અને લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો ચાઈનીઝ એપ પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ બોલિવુડ સોંગ ઈશ્ક હે, ઈશ્ક હે... પર એકશન કરી શિવ મંદિરના નંદીને લાત મારતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં એકશન કરનાર અને વીડિયો શુટ કરનાર શાપરના જયેશ ચુડાસમા અને દિનેશ મહિડા વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated :Jul 1, 2020, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details