ગુજરાત

gujarat

આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, રાજકોટમાં પ્રથમ દિવસે જ જોવા મળ્યો નિરુત્સાહ

By

Published : Nov 9, 2021, 1:58 PM IST

Rajkot Yard
Rajkot Yard ()

સમગ્ર રાજ્યમાં આજે મંગળવારથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી (Purchase of peanuts) કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે પરંતુ ખરીદીના પ્રથમ દિવસે જ રાજકોટ યાર્ડ (Rajkot Yard) માં ખેડૂતોનો નિરુત્સાહ જોવા મળ્યો હતો. આજે પ્રથમ દિવસે રાજકોટ મગફળી ખરીદી કેન્દ્ર ખાતે ત્રણ તાલુકાના 10- 10 ખેડૂતો બોલવામાં આવ્યા હતા. 11 વાગ્યા સુધીમાં મગફળી ખરીદી કેન્દ્ર પર એકપણ ખેડૂત મગફળી લઈને આવ્યો ન હતો. જેના કારણે ખરીદી કેન્દ્ર ખાતે રહેલા કર્મચારીઓ પણ ચિંતામાં મૂકાયા હતા. આજે પ્રથમ દિવસે રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલવામાં આવ્યા હતા.

  • આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
  • રાજકોટમાં પ્રથમ દિવસે જ નિરુત્સાહ જોવા મળ્યો
  • ત્રણ તાલુકાના ખેડૂતોને SMS મોકલવામાં આવ્યા

રાજકોટ: આજે મંગળવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી (Purchase of peanuts) ની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા માટે જૂના માર્કેટિંગ યાર્ડ (Rajkot Yard) ખાતે ખરીદી કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના 10- 10 ખેડૂતોને બોલવામાં આવ્યા હતા. તેમજે અગાઉ જ SMS મોકલી અને ફોન દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી પરંતુ સવારે 11 વાગ્યા સુધીમાં એક પણ તાલુકાનો ખેડૂત મગફળી વેચવા માટે આવ્યો ન હતો. ખેડૂતો મગફળી વેચવા ન આવતા ખરીદી કેન્દ્ર ખાતે રોકાયેલા કર્મચારીઓ પણ મુંઝવણમાં મૂકાયા હતા.

આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

આ પણ વાંચો: મગફળી ખેડૂતો માટે સારા સમાચારઃ લાભપાંચમથી સરકાર શરુ કરશે ટેકાના ભાવે ખરીદી

ગત વર્ષ કરતા 50 ટકા રજિસ્ટ્રેશન ઓછું

રાજકોટ ખરીદી કેન્દ્ર ખાતે રહેલા પુરવઠા મામલતદાર પ્રકાશ સખીયાએ Etv Bharatને જણાવ્યું હતું કે, આ વર્ષે 20 કિલોના ભાવ રૂપિયા 1110 રાખવામાં આવ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં રૂપિયા 55નો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી (Purchase of peanuts) માટે રાજકોટ જિલ્લામાં અંદાજીત 96 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાંથી અંદાજીત 32 હજાર ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા અને રૂપિયા 258 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું હતું. આ વર્ષે 57,500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

આ પણ વાંચો: ડાંગરની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે APMC અને સહકારી નોડલ એજન્સી તરીકે નીમવા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગણી

મગફળીના ખુલ્લી બજારમાં સારા ભાવ

રાજકોટમાં મગફળીની ખરીદી (Purchase of peanuts) ખુલ્લી બજારમાં દિવાળી પહેલા જ શરૂ કરવામાં આવી હતી. હાલ ટેકાના ભાવ કરતા ખેડૂતોને ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. જેને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. યાર્ડ (Rajkot Yard) માં વિધિવત રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, છતાં પણ જિલ્લાના ખેડૂતોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details