મગફળી ખેડૂતો માટે સારા સમાચારઃ લાભપાંચમથી સરકાર શરુ કરશે ટેકાના ભાવે ખરીદી

author img

By

Published : Sep 27, 2021, 6:29 PM IST

મગફળી ખેડૂતો માટે સારા સમાચારઃ લાભપાંચમથી સરકાર શરુ કરશે ટેકાના ભાવે ખરીદી

ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલે ગૃહમાં આ જાહેરાત કરી હતી.

  • મગફળી ખરીદી બાબતે કૃષિ વિભાગનું આયોજન
  • 1 ઓક્ટોબરથી 31 ઓકટોબર સુધી મગફળી ખરીદી રજિસ્ટ્રેશન થશે
  • લાભપાંચમથી મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે
  • સપ્ટેમ્બરમાં માવઠું થાય તો મગફળી ખરીદીની તારીખમાં ફેરફાર થશે
  • ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે

ગાંધીનગર : રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 01 ઓક્ટોબર 2021થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે 'આઇ ખેડૂત પોર્ટલ' ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. આમાં ખેડૂતોએ કરાવેલી નોંધણી બાદ એપીએમસી ખાતેથી ખેડૂતોને મગફળી વેચવા માટેના મેસેજ કરવામાં આવશે. આમ એપીએમસી અને વેચાણ કેન્દ્ર ખાતે વધારે પડતી ભીડ ન થાય તે બાબતે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે..

ગત વર્ષના ભાવની પણ થઈ ચર્ચા

કૃષિપ્રધાન પટેલે ગત વર્ષની ટેકાના ભાવની ખરીદી બાબતે પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ 2020-21માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 5275 અને વર્ષ 2021-22માં રૂ.5550 ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2019-20માં 5,00,546 મેટ્રિક ટન અને વર્ષ 2020-21માં 2,02,591 મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યાં છે. જ્યારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચૂકવી દેવામાં આવી હોવાનું નિવેદન પણ કૃષિપ્રધાન રાઘવજી પટેલે ગૃહમાં કર્યું હતું.

આ પણ વાંચોઃ ભાવનગરમાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને કપાસના પાકને 50 ટકાથી વધારે નુકસાન, 3 ડેમ ઓવરફ્લો

આ પણ વાંચોઃ મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્‍વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજાસ્‍થાને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.