ગુજરાત

gujarat

ETV ભારતનો વિશેષ અહેવાલ, રાજકોટમાં ચાલુ વર્ષે સૌથી ઓછું એર પોલ્યુશન નોંધાયું

By

Published : Mar 17, 2021, 11:07 PM IST

સામાન્ય રીતે મેટ્રો શહેરોમાં એર પોલ્યુશનની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે. એર પોલ્યુશનના કારણે ઘણી બધી ગંભીર બીમારી પણ થતી હોય છે. ત્યારે ETV ભારત દ્વારા રાજકોટમાં એર પોલ્યુશનની શું પરિસ્થિતિ છે. જેને લઈને વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

ETV ભારતનો વિશેષ અહેવાલ, રાજકોટમાં ચાલુ વર્ષે સૌથી ઓછું એર પોલ્યુશન નોંધાયું
ETV ભારતનો વિશેષ અહેવાલ, રાજકોટમાં ચાલુ વર્ષે સૌથી ઓછું એર પોલ્યુશન નોંધાયું

  • સામાન્ય રીતે મેટ્રો શહેરોમાં એર પોલ્યુશનની સમસ્યા સૌથી વધુ
  • રાજકોટમાં એર પોલ્યુશનની શું પરિસ્થિતિ
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલ્યુશન ઘટાડવા માટે અનેક પ્રકારની કામગીરી

રાજકોટઃ સામાન્ય રીતે મેટ્રો શહેરોમાં એર પોલ્યુશનની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે. એર પોલ્યુશનના કારણે ઘણી બધી ગંભીર બીમારી પણ થતી હોય છે. ત્યારે ETV ભારત દ્વારા રાજકોટમાં એર પોલ્યુશનની શું પરિસ્થિતિ છે. જેને લઈને વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે સામે આવ્યું છે કે અમદાવાદ, સુરત અને બરોડા કરતાં રાજકોટમાં એર પોલ્યુશન ખૂબ જ ઓછું છે. તેમજ ચાલુ વર્ષે લોકડાઉનના લઈને છેલ્લા 5 વર્ષના કરતા સૌથી ઓછું એર પોલ્યુશન આ વર્ષે નોંધાયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એર પોલ્યુશન ઘટાડવા માટે અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે.

ETV ભારતનો વિશેષ અહેવાલ, રાજકોટમાં ચાલુ વર્ષે સૌથી ઓછું એર પોલ્યુશન નોંધાયું

એર પોલ્યુશન માપવાના મુખ્ય બે પેરામીટર

રાજકોટ મનપા દ્વારા શહેરના અલગ-અલગ 5 જેટલા ચોકમાં એર પોલ્યુશન માપવા માટેના સેન્સર મુકવામાં આવ્યા છે. જે રોજેરોજના વાતાવરણની તમામ ગતિવિધિઓની અસર નોંધે છે. જ્યારે એર પોલ્યુશન માપવા માટે બે પ્રકારના પેરામીટર કામ કરતા હોય છે. જેને પર્ટીક્યુલર મેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં PM 2.5 અને PM 10 હોય છે. જ્યારે PM 10એમાં એવા રક્તકણોનો સમાવેશ થાય છે. જે નાક વડે અથવા શરીરમાં પ્રવેશતા નથી. જ્યારે PM 2.5એ એવા રક્તકણો હોય છે. જે સહેલાઇથી શ્વાસોશ્વાસ દ્વારા આપના શરીરમાં પ્રવેશતાં હોય છે.

રાજકોટ સહિતના મોટો શહેરોમાં રાત્રી કરફ્યૂ

કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા રાજ્યમાં વધતા રાજકોટ સહિતના મોટો શહેરોમાં રાત્રી કરફ્યૂ રાખવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં હાલ રાત્રીના 10 વાગાયથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. રાતના સમયે રાજકોટ શહેરમાં બહારથી આવતા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહિ. છેલ્લા એક વર્ષ કરતા વધુ આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળે છે. જેને લઈને રાજકોટમાં રાત્રીના સમયનું એર પોલ્યુશન પણ ખૂબ જ ઓછું નોંધાયું છે.

ABOUT THE AUTHOR

...view details