ગુજરાત

gujarat

Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે

By

Published : Jan 13, 2022, 3:26 PM IST

મકરસંક્રાંતિ 2022 માટે રાજકોટની હીનલ રામાનુજ નામની યુવતીના પતંગ સૌ પતંગોમાં અનોખાં નીવડશે. કારણ કે તેણે બનાવેલા યુનિક પતંગો જમીનમાં જ્યાં પડશે તો ત્યાં વૃક્ષ (Rajkot kite sows the seeds ) ઊગે તે પ્રકારે તેમાં બીજ મૂકવાની વ્યવસ્થા કરી છે.

Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે
Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે

રાજકોટઃ ઉત્તરાયણના તહેવારને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે આ વખતે કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણનો તહેવાર લોકો ઉજવશે. જ્યારે ઉત્તરાયણને લઈને બજારોમાં પણ અવનવી પતંગોમાં વેરાયટી જોવા મળી રહી છે તેમજ દોરાની પણ માંગ એટલી વધી છે. આ ઉત્તરાયણ નિમિતે રાજકોટની હિનલ રામાનુજ ખાસ પતંગ (Tree Planting Uttarayan Celebration) બનાવી છે. આ પતંગ જ્યારે આકાશમાં ઉડીને જ્યારે કપાઈને જમીન પર પડશે ત્યાં જમીન પર આપમેળે વૃક્ષ (Rajkot kite sows the seeds ) ઊગી નીકળશે.

હીનલે પતંગમાં વૃક્ષોના બીજ મૂકેલાં પોકેટ મૂક્યાં છે

પતંગ જ્યાં પણ જમીન પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે

હીનલ રામાનુજે આ અંગે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉત્તરાયણ નિમિતે મે પર્યાવરણનું ધ્યાન રાખીને ખાસ પતંગ બનાવી છે. આ પતંગમાં મેં વજન વગરના વિવિધ વૃક્ષઓના બીજ (Rajkot Unique Kite 2022) રાખ્યાં છે. જ્યારે આ પતંગ કપાઈને જ્યાં પણ જમીન પર પડશે ત્યાં આપમેળે વૃક્ષ (Rajkot kite sows the seeds ) ઊગી નીકળશે. આમ વૃક્ષ ઉગવાના કારણે પર્યાવરણમાં પણ સુધારો થશે. આ પતંગની સાથે કાગળનું પોકેટ લગાવામાં આવ્યું છે જેના કારણે તે આકાશમાં ઉંચી ઉડી શકે.

આ પણ વાંચોઃ Karuna Abhiyan in Rajkot : કરુણા માટે 10થી 20 જાન્યુઆરી સુધી 30 ડોક્ટરોની ટીમ ખડેપગે રહેશે

પતંગોમાં વિવિધ સ્લોગન પણ લખ્યા

ઉત્તરાયણ (Makarsankranti 2022) નિમિતે ખાસ પર્યાવરણનું જતન થાય અને આપણે પણ તહેવાર માણી શકીએ. જેને લઈને હીનલ ખાસ આ અનોખી પતંગ બનાવી છે. જ્યારે આ પતંગમાં પર્યાવરણના જતનને (Environmental protection in Rajkot) પ્રોત્સાહન મળે તેવા પણ સૂત્રો લખવામાં આવ્યા છે. આ સાથે જ 200 કરતા વધુ પ્રકારની આવી પતંગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે પતંગમાં વડ, માંજર, પીપળો જેવા ઓછા પાણીમાં પણ ઊગી નીકળે તેવા બીજ રાખવામાં આવ્યા છે. જેના કારણે પતંગ જ્યાં પણ જમીન પણ પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળવાની (Rajkot kite sows the seeds )પૂરેપૂરી શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ

ABOUT THE AUTHOR

...view details