ગુજરાત

gujarat

મિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત

By

Published : Jun 2, 2021, 8:18 PM IST

સરકાર દ્વારા કોરોના ચેઈન તોડવા માટે લાદવામાં આવેલા મિની લોકડાઉનથી તમામ વેપારીઓને ભારે નુક્સાની ભોગવવી પડતી હતી. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.

મિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત
મિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત

  • રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત
  • મિની લોકડાઉનથી તમામ વેપારીઓને ભારે નુક્સાની ભોગવવી પડતી હોવાનો ચેમ્બરનો દાવો
  • જુદી જુદી 5 માગ સાથે રાજ્ય સરકારને પત્ર લખીને મદદ કરવા માટે કરી રજૂઆત

રાજકોટ: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પાર્થ ગણાત્રાના જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા જે નાના વેપારીઓને ધંધા રોજગાર માટે 3 વાગ્યા સુધીની છૂટ આપી તે હવે 8 વાગ્યા સુધી આપવામાં આવે, હોટલ અને રેસ્ટોરન્ટને પાર્સલ સુવિધામાં 9 વાગ્યા સુધીની છે, તેમાં 11 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવે તથા ઇન્ડરસ્ટ્રીમાં વાહનોમાં જે 50 ટકા વર્કરોને લઈ જવાય છે, તે હવે 70 ટાકા લઈ જવાની છૂટ આપવાની માગ રાજ્ય સરકારને પત્ર લખીને કરવામાં આવી હતી.

મિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત

રાજકોટ સહિત રાજ્યના 36 શહેરોમાં મિની લોકડાઉન લાદવામાં આવ્યું હતું

રાજકોટ સહિત રાજ્યના 36 શહેરોમાં સરકાર દ્વારા મિની લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ મિની લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ વેપાર ધંધા બંધ રાખવા અને રાત્રીના 9 વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂ અમલવારી કરવા આવે છે. તે 10 વાગ્યા સુધી કરવામાં આવે તેવી 5 માંગણી સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details