ગુજરાત

gujarat

ભાદરવામાં મેઘરાજાએ ભીના કર્યા, રાજકોટમાં વરસાદથી ટાઢોળું

By

Published : Sep 13, 2022, 2:44 PM IST

રાજકોટમાં ક્યાં કેટલો વરસાદ, કેટલા ડેમના દરવાજા ખોલાયા, જૂઓ
રાજકોટમાં ક્યાં કેટલો વરસાદ, કેટલા ડેમના દરવાજા ખોલાયા, જૂઓ

ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં (rain in Rajkot) વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ડેમોમાં નવા નીરની આવક જતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે જુઓ સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ છે અને ડેમોની સ્થિતિ. (Bhadar Dam Gates opened)

રાજકોટ હવામાન વિભાગની આગાહીના પગલે ઠેર-ઠેર વરસાદી (rain in Rajkot) વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેને લઈને ડેમોમાં પણ નવા નીરની આવક થતા ડેમોના દરવાજા ખોલ્યા છે, ત્યારે ક્યાં કેટલો વરસાદ છે અને ડેમની શું છે સ્થિતિ તે સમગ્ર વિગતો જુઓ આ અહેવાલમાં. (Bhadar 1 Dam Water revenue)

રાજકોટમાં ક્યાં કેટલો વરસાદ, કેટલા ડેમના દરવાજા ખોલાયા, જૂઓ

રાજકોટ જિલ્લામાં સીઝનનો પડેલો કુલ વરસાદરાજકોટ જિલ્લામાં પડેલા વરસાદમાં તારીખ 13મી સપ્ટેમ્બર 2022ને મંગળવાર સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ જામકંડોરણામાં 926mm પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ વિંછીયામાં 323 mm પડ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદમાં રાજકોટ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટામાં 688 mm, કોટડા સાંગાણીમાં 818mm, ગોંડલમાં 744mm, જેતપુરમાં 775mm, જસદણમાં 472mm, જામકંડોરણામાં 926mm, ધોરાજીમાં 625 mm, પડધરીમાં 377 mm, રાજકોટ શહેરમાં 824mm, લોધીકામાં 848mm, વિંછીયામાં 323mm ઈંચ વરસાદ નોંધાયો છે. (rain in saurashtra)

ડેમના દરવાજા

ડેમોની સ્થિતિસૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા નંબરનો ભાદર-1 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમની સપાટીમાં વધારો થતા રાત્રી દરમિયાન પ્રથમ ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં આવેલા અલગ અલગ ડેમોની વર્તમાન સ્થિતિ અંગેની વહેલી સવારની પ્રાપ્ત વિગતો મુજબ વેણુ-2 ડેમના ત્રણ દરવાજા, આજી-2ના બે દરવાજા, સુરવો ડેમનો એક દરવાજો, ડોડીનો એક દરવાજો, ન્યારી-1 નો એક દરવાજો, ન્યારી-2નો એક દરવાજો, છાપરવાડી-2નો એક દરવાજો, કરમાળા ડેમનો એક દરવાજો, ભાદર-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે હજુ પાણીની આવક વધશે તો ફરી દરવાજા ખોલવામાં આવશે.

ગામડાઓને સૂચના રાજકોટ જિલ્લાના ડેમોમાં થયેલા પાણીની આવકને લઈને જે રીતે ડેમના દરવાજો ખોલવામાં આવ્યા છે, ત્યારે આ સાથે તંત્ર દ્વારા નદી કાંઠાના ગામો, વિસ્તારો સહિતના સૌ કોઈને સલામત અને સતર્ક રહેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે લોકોએ નદીના પાણીના પ્રવાહમાં ના જવું કે કોઈ પણ જોખમો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપી છે. Rajkot rain Demon situation, Bhadar Dam 1 Gate, Bhadar Dam Gates opened

ABOUT THE AUTHOR

...view details