ગુજરાત

gujarat

રાજકોટની રચનાએ KBC શો દરમિયાન અમિતાભ બચ્ચને કવિતાની બુક ગિફ્ટ કરી

By

Published : Dec 9, 2020, 4:18 PM IST

રાજકોટમાં રહેતી રચના ત્રિવેદી KBCની 12મી સિઝનમાં સિલેક્ટ થઇ હતી. ત્યારે એક દિવસ અગાઉ જ તેનો શો ટેલિકાસ્ટ થયો હતો. જેમાં તે 10માં પ્રશ્ન સુધી પહોંચી હતી. KBCમાં રચનાએ 3.20 લાખ રૂપિયા જીત્યા હતા. જો કે ત્યારબાદ તે પ્રશ્નોના જવાબ આપી શકી નહોતી. શોમાંથી આવ્યા બાદ તેણે KBC શો દરમિયાન અમિતાભ બચ્ચન સાથેના શો દરમિયાનના પોતાના અનુભવ શેર કર્યા હતા. સાથે જ તે KBCમાં કેવી રીતે પહોંચી તે પણ જણાવ્યું હતું.

રચના ત્રિવેદી
રચના ત્રિવેદી

  • રાજકોટની રચના ત્રિવેદી KBCમાં સિલેક્ટ થઈ
  • હોટ સીટ પર પહોંચી 3.20 લાખ રૂપિયા જીતી
  • શો બાદ શેર કર્યા બિગ બી સાથેના પોતાના અનુભવ

રાજકોટ: રાજકોટમાં રહેતી રચના ત્રિવેદી KBCની 12મી સિઝનમાં સિલેક્ટ થઇ હતી. ત્યારે એક દિવસ અગાઉ જ તેનો શો ટેલિકાસ્ટ થયો હતો. જેમાં તે 10માં પ્રશ્ન સુધી પહોંચી હતી. KBCમાં રચનાએ 3.20 લાખ રૂપિયા જીત્યા હતા. જો કે ત્યારબાદ તે પ્રશ્નોના જવાબ આપી શકી નહોતી. શોમાંથી આવ્યા બાદ તેણે KBC શો દરમિયાન અમિતાભ બચ્ચન સાથેના શો દરમિયાનના પોતાના અનુભવ શેર કર્યા હતા. સાથે જ તે KBCમાં કેવી રીતે પહોંચી તે પણ જણાવ્યું હતું.

રચનાએ KBC શો દરમિયાન અમિતાભ બચ્ચને કવિતાની બુક ગિફ્ટ કરી

અમિતાભ બચ્ચનને ભેટ આપી કવિતાની બુક

KBC શો દરમિયાન રચનાએ પોતે લખેલી કવિતાની એક બુક અમિતાભ બચ્ચનને ભેટમાં આપી હતી. જે અમિતાભ બચ્ચનને ખૂબ જ પસંદ આવી હતી. તેમજ શો પૂર્ણ થયા બાદ અમિતાબ બચ્ચન તેને પોતાના ઘરે લઇ ગયા હોવાનું પણ જણાવ્યું હતું. એ વાત પણ સામે આવી હતી કે, KBCમાં શો દરમિયાન મળતી ગિફ્ટ અમિતાભ બચ્ચન પોતાની સાથે નથી લઈ જતા પરંતુ રચનાએ આપેલી કવિતાની બુક અમિતાભ બચ્ચન પોતાની સાથે ઘરે લઇ ગયા હતા. જોકે રચનાએ આ બુકમાં પોતે લખેલા કાવ્યોનો સંગ્રહ કર્યો હતો અને તે એક વર્ષ બાદ આ બુકને પ્રકાશિત કરવાની હતી. પરંતુ શોમાં સિલેક્ટ થઇ જવાના કારણે તેને પોતાનો કાવ્યસંગ્રહ અમિતાભ બચ્ચનની આપ્યો હતો.

રચનાએ KBC શો દરમિયાન અમિતાભ બચ્ચને કવિતાની બુક ગિફ્ટ કરી

KBCમાં પ્રથમ પ્રયાસમાં જ થઈ સિલેક્ટ

રચનાએ વધુમાં જણાવ્યું કે, તે જર્મનીમાં હતી અને લોકડાઉન દરમિયાન તે ભારત પોતાના ઘરે આવી હતી. તેમની માતાની ઇચ્છા હોવાના કારણે તેને KBC શોમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે પ્રથમ પ્રયાસમાં જ સિલેક્ટ થઈ હતી અને હોટ સીટ સુધી પહોંચી હતી. સાથે જ તેણે જણાવ્યું કે, પોતાને ઇતિહાસ અને જનરલ નોલેજમાં ખૂબ જ રુચિ હોવાના કારણે તે અહીં સુધી પહોંચી શકી હતી. શો દરમિયાન અમિતાભ બચ્ચન સાથેની કેટલીક વાતો પણ તેણે મીડિયા સમક્ષ જણાવી હતી. સાથે જ રચનાને જણાવ્યું હતું કે, ગુજરાતના ખૂબ જ ઓછા લોકો KBCમાં હોટ સીટ સુધી પહોંચે છે. ત્યારે ગુજરાતીઓએ પણ આગળ આવવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details