ગુજરાત

gujarat

ગોંડલના યુવાનની હત્યાના આરોપીઓને હરિદ્વારથી ઝડપી પાડતી પોલીસ

By

Published : Jun 9, 2021, 10:55 AM IST

ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતાં અને રાજકોટ ખાતે સ્પા ચલાવતાં યુવાનની કરપીણ હત્યા કરી નાશી છુટેલાં હત્યારાઓને પોલીસે બનાવનાં સવા મહિના બાદ હરિદ્વારથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલના યુવાનની હત્યાના આરોપીઓને હરિદ્વારથી ઝડપી પાડતી પોલીસ
ગોંડલના યુવાનની હત્યાના આરોપીઓને હરિદ્વારથી ઝડપી પાડતી પોલીસ

  • મિત્રોએ જ કરી હતી મિત્રની હત્યા
  • આરોપીઓ ઉત્તરાખંડમાં હોવાની પોલીસને મળી હતી ખાનગી બાતમી
  • હત્યા બાદ યુવાનની મૃતદેહને કૂવામાં ફેંકી દેવાયો હતો

રાજકોટ: ગોંડલમાં સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.21ની ગત 25 એપ્રિલમાં તિક્ષ્ણ હથિયારના 30થી વધુ ઘા મારી હત્યા કરાઇ હતી. બનાવ બાદ હત્યા કરનારાં સૈનિક સોસાયટીમાં રહેતાં જયવિરસિહ જયદિપસિહ જાડેજા, સચીન રસીકભાઈ ઘડુક તથાં તીરુમાલા રેસીડેન્સીમાં રહેતાં વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઇ બારડ નાશી છુટ્યાં હતા જેને ઝડપી લેવાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી.

પોલીસે આરોપીઓનાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી

દરમિયાન હત્યારાઓ ઉતરાખંડનાં હરિદ્વારમાં હોવાની ખાનગી બાતમી પોલીસને મળતાં DYSP પ્રતિપાલસિંહ ઝાલા,પીઆઇ સંજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસના PSI ડી.પી.ઝાલા, હેડ.કોન્સ્ટેબલ રાજદિપસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ચૌહાણ, હરેન્દ્રસિંહજાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, રુરલ ક્રાઇમ બ્રાન્ચના પ્રહલાદસિંહ, રુપકબહાદુર સહીતની ટીમ હરિદ્વાર દોડી ગઇ હતી. જ્યાં વેશ પલ્ટો કરી હત્યારાઓની શોધખોળ શરૂ કરતાં ભારત માતાના મંદિર પાસે પાંચમાં ઘાટ પર નજરે પડતાં ત્રણેય હત્યારાઓને દબોચી લઇને ગોંડલ પરત ફર્યા હતાં. તેમજ પોલીસે આરોપીઓનાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:મહેસાણા: નવા મકાન માટે પુત્રોએ કરી પિતાની હત્યા

અંગત બાબતનો ખાર રાખી કરાઈ હતી યુવાનની હત્યા

ગત જાન્યુઆરીમાં ગોંડલનાં રામદ્વાર પાસે ST બસ પર થયેલા પત્થરમારાની ઘટનામાં પોલીસે જયવિરસિંહ સહિતનાને પકડયાં હોય પોલીસને અજયસિંહે બાતમી આપી હોવાની શંકા સાથે ખાર રાખી તિક્ષ્ણ હથીયાર વડે તેની હત્યા કરાઇ હતી. બાદમાં પત્થર સાથે તેના મૃતદેહને દોરડાંથી બાંધી નાગડકા રોડ પર કુવામાં નાંખી દેવાયો હતો.

આ પણ વાંચો:હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો

મૃતક યુવાનના પરિવાર દ્વારા 27 એપ્રિલ 2021ના રોજ યુવાનની ગાયબ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

અજયસિંહ લાપતા બનતાં બનાવનાં બે દિવસ બાદ તા.27 એપ્રિલના તેનાં પરીવાર દ્વારા સીટી પોલીસમાં ગુમ સુધા ફરિયાદ કરાઇ હતી. 28 એપ્રિલ તેની મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં શકમંદ તરીકે ઉપરોક્ત શખ્સોનો ઉલ્લેખ કરાયો હોય પોલીસે એક સગીર આરોપીને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં હત્યાનો ભેદ ખુલ્યો હતો. દરમિયાન હત્યામાં સંડોવાયેલા જયવીર, સચીન અને વિવેક ઉર્ફે ટકો પલાયન થઇ હરિદ્વાર પહોચ્યા હતા અને છેલ્લા વીસ દિવસથી અલગ-અલગ આશ્રમ અને અન્નક્ષેત્રોમાં આશરો લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details