ગુજરાત

gujarat

રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવારો થયા પરેશાન

By

Published : Apr 24, 2022, 8:03 PM IST

રાજકોટમાં આજે બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા (Bin sachivaly Clerk Exam 2022) યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર, પડધરી, ગોંડલ સહિત 180 કેન્દ્ર પર 51,720 ઉમેદવારની પરીક્ષા યોજાઇ હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રો પર છેલ્લી ઘડી સુધી પણ ઘણા પરીક્ષાર્થીઓ તૈયારી કરતા નજરે પડ્યા હતા. તેમજ ગેરરીતિની ઘટના ન બને તે માટે દરેક કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવાર પરેશાન
રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવાર પરેશાન

રાજકોટ:આજે બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા (Bin sachivaly Clerk Exam 2022) યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર (Bin sachivaly Clerk Exam in rjkot), પડધરી, ગોંડલ સહિત 180 કેન્દ્ર પર 51,720 ઉમેદવારની પરીક્ષા યોજાઇ હતી. જેમાં દિવ્યાંગ પરીક્ષાર્થી પ્રવીણસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, હું 200 કિલોમીટર દૂર સોમનાથથી(Somnath) આવ્યો છું તેમાં આવવા-જવાનો 500 થી 700 રૂપિયા જેટલો ખર્ચો થશે.

રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવાર પરેશાન

આ પણ વાંચો:Exam Fever 2022 : રાજ્યમાં આજે બિનસચિવાલય કલાર્કની શાંતિપુર્ણ પરીક્ષા યોજાઈ, 10 લાખથી વધુ ઉમેદવારો રહ્યા હાજર

2000 જેટલો ખર્ચ: પરીક્ષાર્થીઓના પરીક્ષા કેન્દ્ર દૂર હોવાથી એક દિવસ અગાઉ આવવું પડ્યું અને રોકાવાનો ખર્ચ ગણીએ તો 2000 જેટલો થાય છે. ત્યારે આ સાથે તેમને જણાવ્યું હતું કે, સરકારે દિવ્યાંગો માટે કોઈ વ્યવસ્થા કરી નથી. 200 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હોવાથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

200 કિમી દૂર શહેરમાં પરીક્ષા: બિન સચિવાલયના ક્લાર્કની ભરતી માટે વર્ષ 2018 માં ફોર્મ ભરનાર ઉમેદવારોની વર્ષ 2019 માં પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ તેમાં પેપર ફૂટતા તે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેથી ચાર વર્ષથી પરીક્ષાની રાહ જોઇને બેઠેલા પરીક્ષાર્થીઓની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરનાર ઉમેદવારના શહેરથી અંદાજે 200 કિમી દૂર શહેરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું.

માત્ર 30 બસ ફાળવી: જેમાં રાજકોટથી ફોર્મ ભરનાર 50 હજારથી વધુ પરીક્ષાર્થીઓને ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભાવનગર અને અમદાવાદના 51 હજાર પરીક્ષાર્થી રાજકોટમાં પરીક્ષા આપી હતી.એસટી વિભાગે હજારો પરીક્ષાર્થી સામે માત્ર 30 બસ ફાળવી છે. આથી ના છૂટકે ખાનગી બસમાં ટિકિટ બુક કરાવવી પડી હતી.

બસનું ભાડુ રૂ.250 ચૂકવવું પડ્યું: જેમાં ભાવનગરનું ખાનગી બસનું ભાડુ રૂ.250 ચૂકવવું પડ્યું હતું. જો કે ભરતી પરીક્ષામાં ચોરી થતી અટકાવવા સત્તાધીશોએ તઘલખી નિર્ણય કર્યો હતો. જેમાં પરીક્ષાર્થીઓને તેના શહેરમાં નહીં, પરંતુ અન્ય શહેરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. જેમાં પેપરના તમામ બોક્સ પર એક ક્યુઆર કોડ રાખવામાં આવ્યો હતો અને દરેક સ્ટેજ પર તેને સ્કેન કરવામાં આવ્યું હતું, પરંતુ બારકોડને સ્કેન કરતા પેપર કયા સ્થળે, કયા સમયે અને કયા અધિકારીને સોંપાયું તેની માહિતી રાજ્યકક્ષાના અધિકારી સુધી પહોંચશે.

આ પણ વાંચો:બિનસચિવાલય મુદ્દે વિધાનસભાગૃહમાં ચર્ચા, બોર્ડની પરીક્ષા બાદ જાહેર થશે તારીખ

એપ્લિકેશનના ફંક્શનમાં ટીક માર્ક : પેપર સ્ટ્રોંગરૂમ પર પહોંચ્યા બાદ સ્કેન કરવામાં આવ્યા હતા. આથી સાચું બોક્સ યોગ્ય જગ્યાએ પહોંચ્યું છે તેની ખાતરી કરવામાં આવી હતી. ગેરહાજર ઉમેદવારોના પેપરને પેક કરીને એપ્લિકેશનના ફંક્શનમાં ટીક માર્ક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આથી ગેરહાજર ઉમેદવારોના પેપર કયા સ્થળે, કેટલા વાગ્યે સીલ થયા તેની માહિતી રાજ્યકક્ષાએ મળી હતી. આ સાથે આજે પહેલીવાર ઉમેદવારોની હાજરી ઓનલાઇન પૂરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details