ગુજરાત

gujarat

મહિલાઓને સોંપેલ રૂપિયો સારા કાર્યોમાં જ વપરાશે, તેવો રાજ્ય સરકારને વિશ્વાસ: Saurabh Patel

By

Published : Aug 4, 2021, 7:26 PM IST

રાજકોટ ખાતે યોજાયેલા "નારી ગૌરવ દિવસ"ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલે ( Energy Minister Saurabh Patel )જણાવ્યું હતું કે, રાજ્યની મહિલાઓને સોંપેલો રૂપિયો સારા કાર્યોમા જ વપરાશે, એવો રાજ્ય સરકારને દ્રઢ  વિશ્વાસ છે. માટે જ રાજ્ય સરકારે રાજ્યની મહિલાઓ માટે રૂપિયા 51 કરોડ 66 લાખ 88 હજારની ફાળવણી " મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" અન્વયે કરી છે.

મહિલાઓને સોંપેલ રૂપિયો સારા કાર્યોમાં જ વપરાશે, તેવો રાજ્ય સરકારને વિશ્વાસ:  Saurabh Patel
મહિલાઓને સોંપેલ રૂપિયો સારા કાર્યોમાં જ વપરાશે, તેવો રાજ્ય સરકારને વિશ્વાસ: Saurabh Patel

  • રાજકોટમાં "નારી ગૌરવ દિવસ" કાર્યક્રમ યોજાયા
  • ઊર્જાપ્રધાન સૌરભ પટેલ રહ્યાં ઉપસ્થિત
  • મહિલાઓ માટે રૂપિયા 51 કરોડ 66 લાખ 88 હજારની ફાળવણી

રાજકોટ: રાજકોટ ખાતે યોજાયેલા "નારી ગૌરવ દિવસ"ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલે ( Energy Minister Saurabh Patel ) જણાવ્યું હતું કે, રાજ્યની મહિલાઓને સોંપેલો રૂપિયો સારા કાર્યોમા જ વપરાશે, એવો રાજ્ય સરકારને દ્રઢ વિશ્વાસ છે. માટે જ રાજ્ય સરકારે રાજ્યની મહિલાઓ માટે રૂપિયા 51 કરોડ 66 લાખ 88 હજારની ફાળવણી " મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" અન્વયે કરી છે.
સરકારે 63,000 કૃષિ વીજ કનેક્શન્સ ખેડૂતોને આપ્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાહબરી હેઠળ રાજ્ય સરકારે પૂર્ણ કરેલ પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે શરૂ કરેલ સેવાયજ્ઞ નિમિત્તે રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાન સૌરભભાઇ પટેલે ( Energy Minister Saurabh Patel ) રાજ્ય સરકારે વીજ ક્ષેત્રે આદરેલા વિકાસ કાર્યોની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 63,000 કૃષિ વીજ કનેક્શન્સ રાજ્યના ખેડૂતોને આપ્યા છે, જે માટે રાજ્ય સરકારને રૂપિયા ૧૮ કરોડનો ખર્ચ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોને રૂપિયા 30 હજાર કરોડની સબસિડી આપી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે પાંચ હજાર ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડી છે અને 35કરોડના ખર્ચે આવનારા બે વર્ષમાં 18,000 ગામડાંને દિવસે વીજળી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે.

કુલ 40 જૂથોના 400 વ્યક્તિઓને આ કાર્યક્રમમાં 40 લાખ રૂપિયાનું ધીરાણ આપવામાં આવ્યું
30,000 મેગાવોટ વીજળી પેદા કરનારૂં ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્યજૂન-21 સુધીમાં એક હજાર મેગાવોટ વીજળી રાજ્યના 2 લાખ 66 હજાર લોકોએ પોતાની અગાસી પરથી ઉત્પાદિત કરી છે.જે માટે રાજ્ય સરકારે રૂપિયા 1640 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં દસ વીજ સબ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપી છે. કચ્છમાં સ્થપાયેલા સોલર રિન્યુએબલ એનર્જી પાર્કમાં વર્ષ 2030 સુધીમાં 30 હજાર મેગાવોટ વીજળી પેદા કરનારૂં ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય બનશે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારે 1300 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડ્યો છે. સુધી અને સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. તેમ પણ ઊર્જાપ્રધાને ( Energy Minister Saurabh Patel ) જણાવ્યું હતુ. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી વર્ચ્યુઅલી જોડાયાવડોદરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ મારફતે રાજ્યભરમાં યોજાયેલા 108 કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani ) વર્ચ્યુઅલી જોડાયા હતાં.પ્રધાન સૌરભભાઇ પટેલ ( Energy Minister Saurabh Patel ) તથા આમંત્રિતોના હસ્તે રાજકોટ શહેરના 20 જૂથો અને રાજકોટ ગ્રામ્યના પડધરી અને લોધીકા સહિતના અન્ય વિશે 20 જૂથો મળી કુલ 40 જૂથોના 400 વ્યક્તિઓને આ કાર્યક્રમમાં 40 લાખ રૂપિયાનું ધીરાણ આપવામાં આવ્યું હતું. આ જૂથોને "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" અંતર્ગત જોઈન્ટ લાયેબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે નિયત બેન્કો દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ "પાંચ વર્ષ નારી ગૌરવના'' : મુખ્યપ્રધાન દ્વારા મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details