ગુજરાત

gujarat

રાજકોટમાં પશુપાલકોએ વિરોધ કરતાં ઠેરઠેર દૂધ વેડફયું, ટેન્કરોમાંથી રસ્તા પર દૂધ વહાવ્યું

By

Published : Sep 22, 2022, 8:45 PM IST

રાજકોટમાં પશુપાલકોએ વિરોધ કરતાં ઠેરઠેર દૂધ વેડફયું, ટેન્કરોમાંથી રસ્તા પર દૂધ વહાવ્યું
રાજકોટમાં પશુપાલકોએ વિરોધ કરતાં ઠેરઠેર દૂધ વેડફયું, ટેન્કરોમાંથી રસ્તા પર દૂધ વહાવ્યું ()

રાજકોટ માલધારી સમાજનો વિરોધ ( Maldhari Protest in Rajkot ) ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ (Milk distribution suspended in Rajkot) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ હાલ જે ધંધાર્થીઓ દ્વારા દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમને પણ માલધારીઓના રોષનો શિકાર ( Milk supply stop by antisocial elements in Rajkot )બનવું પડી રહ્યું છે.

રાજકોટના રાજકોટમાં દૂધ વિતરણ બંધ રાખવાના એલાનના પગલે એરપોર્ટ રોડ પર દૂધની ડેરી પર માલધારીઓનું ટોળું ( Maldhari Protest in Rajkot ) ત્રાટક્યું હતું અને ડેરીમાં તોડફોડ કરી ( Milk supply stop by antisocial elements in Rajkot ) 80 લીટર દૂધ રસ્તા પર વહાવી દીધી હોવાનું સામે આવ્યું છે. જયારે કાલાવડ રોડ પર મેટોડા જી.આઇ.ડી.સી. નજીક રાજકોટમાં પશુપાલકોએ વિરોધ કરતાં ઠેરઠેર દૂધ વેડફયું હતું. જેને પગલે દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. તો બીજી બાજુ સોખડા ચોકડી પર તો દૂધ ભરેલા કેનના કેન ખાલી ર્ક્યા હતા જેને પગલે રસ્તા પર દૂધની નદી વહેતી ( Maldhari Community Strike on 21 September ) થઈ ગઈ હતી.

દૂધની ગાડીઓમાંથી દૂધ ઢોળી નાખવાની ઘટના

માલધારીઓના આક્રોશના પગલે રાજકોટ ડેરીએ તકેદારીના પગલા લીધા છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે દૂધની ગાડીઓ રવાના કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી હતી. કેટલાક સ્થળોએ દૂધની ગાડીઓ રોકવામાં અને દૂધની ગાડીઓમાંથી દૂધ ઢોળી નાખવાની ઘટના ( Milk supply stop by antisocial elements in Rajkot )બનતા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ ડેરીના એમ.ડી. ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટોળાંએ મચાવી ધમાલરાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર બનેલા બનાવ અંગે ડેરીના સંચાલક દ્વારા જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યાના સુમારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું મારી દુકાને આવ્યું હતું અને ડેરી બંધ (Milk distribution suspended in Rajkot) કરવાનું કહ્યું હતું. જેમાં સંચાલકે વિનંતી કરી હતી કે તે તાત્કાલિક ડેરી બંધ કરી દઈશ છતાં પણ વાત સાંભળ્યા વિના ફ્રીઝમાંથી દૂધની થેલીઓ કાઢીને તેને રસ્તા પર વહાવી દીધી ( Maldhari Protest in Rajkot ) હતી. અંદાજે 70 થી 80 લીટર જેટલુ દૂધ વેડફાય જતા 5 થી 6 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં હાલ ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ( Milk supply stop by antisocial elements in Rajkot ) હાથ ધરી હતી.

લોકોએ પહેલાં જ ખરીદી કરી લીધી બંધ રહેવાની આ બાબતે લોકોએ પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂધની ખરીદી કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા હોય શ્રાદ્ધમાં ખીર ધરવામાં આવે છે અને તે કારણે દૂધની ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા હાલના દિવસોમાં વધી છે. આ સમયે માલધારીઓએ દૂધ વિતરણ બંધ (Milk distribution suspended in Rajkot) કરવાની જાહેરાત કરતાં શ્રાદ્ધ માટે જરૂરી દૂધ એકત્રિત કરવા લોકોએ મંગળવાર સાંજથી જ દોડાદોડી શરૂ કરી હતી. હાલ રાજકોટમાં ઠેરઠેર દૂધની ડેરીઓ પણ બંધ ( Maldhari Protest in Rajkot ) છે અને લોકોની પણ ભીડ સર્જાઇ નથી પરંતુ માલધારીઓનો ઉગ્ર વિરોધ( Milk supply stop by antisocial elements in Rajkot ) ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ટેન્કરોમાંથી રસ્તા પર દૂધ વહાવ્યું સોખડા ચોકડી પાસે જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં કારણ કે માલધારીઓ દ્વારા હજારો લિટર દૂધને રસ્તા પર વહાવી ( Maldhari Protest in Rajkot ) દેવામાં આવ્યું હતું. જો કે મામલે માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ દૂધનું નુકસાન ( Milk supply stop by antisocial elements in Rajkot ) ન કરવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે દૂધ મંદિરમાં આપવું ગરીબ લોકોને આપવું અથવા તો દ્વારકાધીશની ખીર બનાવી અને પ્રસાદ વિતરણ કરો મહેરબાની કરીને ક્યાંય પણ દૂધને વેડફો નહીં.

ABOUT THE AUTHOR

...view details