ગુજરાત

gujarat

રાજકોટમાં પથ્થરના ઘા મારી આધેડની હત્યા કરવામાં આવી

By

Published : Sep 5, 2021, 2:02 PM IST

રાજકોટના માલવીયા નગરમાં શનિવારે મોડી રાતે એક આધેડની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાપાસ હાથ ધરી છે.

death
રાજકોટમાં પથ્થરના ઘા મારી આધેડની હત્યા કરવામાં આવી

  • માલવીયા નગરમાં આધેડની હત્યા
  • પોલીસ કરી રહી છે કેસની તાપાસ
  • પથ્થર ઘા ઝીકી કરવામાં આવી હત્યા

રાજકોટ: રાજકોટમાં ગઈકાલે(શનિવાર) રાત્રિના સમયે શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ગોવર્ધન ચોક નજીક આધેડની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પથ્થરના ઘા આડેધડ ઝીકીને કરવામાં આવી હતી. અહીંથી પસાર થતા રાહદારીઓએ આ ઘટના જોઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે હત્યા બાદ હત્યારો અહીંથી ભાગી ગયો હતો પરંતુ પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટ માલવીયા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આધેડની હત્યા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો : Petrol Diesel Price: પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત, જાણો ક્યા શહેરમાં કેટલા ભાવ

પથ્થરના ઘા ઝીંકીને આધેડની કરાઈ હત્યા

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ગોવર્ધન ચોક નજીકના ખોડિયારનગરમાં રહેતા દિનેશ પોપટ ભાઈ ખુટ નામના આધેડની ગઈકાલે રાતે હત્યા કરવામાં આવી હતી. મૃતક મૂળ કોટડાસાંગાણીના મેંગણી ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા તાત્કાલિક માલવીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃતકની બોડીને પોસ્ટમોર્ટ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ

મિત્રએ જ હત્યા કરી હોવાની આશંકા

વિસ્તારમાં હત્યાના બનાવને પગલે માલવીયા પોલીસ મથકના પીઆઇ કે.એન.ભૂકણ અને ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યારે ગુન્હાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોને કામે લગાડી આરોપીને સકંજામાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યા શા માટે કરવામાં આવી એ અંગે હાલ આરોપીની પોલીસની ટિમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી મૃતકનો મિત્ર હોવાની પણ શંકા છે તેમજ પૈસાની લેતી દેતીના કારણે હત્યા થઈ છે કે કેમ?એ અંગે હાલ તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details