ગુજરાત

gujarat

LICની રાષ્ટ્રવ્યાપી હડતાળને રાજકોટના LIC કર્મીઓનું સમર્થન

By

Published : Mar 20, 2021, 5:16 PM IST

દેશવાસીઓને જીવન વીમાનું સંરક્ષણ આપતી LICનો IPO પાછા લાવવાના કેન્દ્ર સરકારના પગલાના વિરોધમાં LICના કર્મચારીઓએ શનિવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ કરી છે, જેને સૌરાષ્ટ્ર સહિત રાજકોટના પણ LICના કર્મચારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. રાજકોટના મહિલા અંડરબ્રિજ ખાતે આવેલા LICની ઓફિસ ખાતે કર્મચારીઓએ વિરોધ નોંધવામાં આવ્યો હતો. તેમજ સરકાર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

LICની રાષ્ટ્રવ્યાપી હડતાળને રાજકોટના LIC કર્મીઓનું સમર્થન
LICની રાષ્ટ્રવ્યાપી હડતાળને રાજકોટના LIC કર્મીઓનું સમર્થન

  • LIC રાષ્ટ્રવ્યાપી હળતાને રાજકોટના કર્મીઓનું સમર્થન
  • દેશમાં થઈ રહેલા ખાનગીકરણનો ઠેર ઠેર વિરોધ
  • સરકાર અમારી રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરે
    સરકાર અમારી રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરે

આ પણ વાંચોઃએક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો

રાજકોટઃ LICના વિવિધ યુનિયનો દ્વારા શનિવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવી હતી જેને દેશમાં તમામ સ્થળોએ જોરદાર સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે આ યુનિયન દ્વારા અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ સરકારે કર્મચારીઓની માગણીઓને ધ્યાનમાં ન લેતા અંતે હવે કર્મચારીઓએ હડતાળ કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી LICના કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓ સાથે અડગ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃગીર સોમનાથના 500 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાતા 250 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું

સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખાનગીકરણનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા હાલ રેલવે, એરપોર્ટ, બેન્ક સહિતની કેન્દ્રીય સેવાનું ધીમેધીમે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે LICના કર્મચારીઓએ પણ હડતાળ દરમિયાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બહુમતીના જોરે દેશની વિવિધ સેવાઓનું ખાનગીકરણ કરી રહી છે. આથી દેશના હજારો કેન્દ્રિય કર્મચારીઓની રોજગારી પર પણ ખતરો છે, જેનો આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details