ગુજરાત

gujarat

HUIDને અંગે થયેલી હડતાળમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સોના-ચાંદીના વેપારીઓ પણ જોડાયા

By

Published : Aug 23, 2021, 8:16 PM IST

HUDIને લઈને આવેલા નવા કાયદા સામે સોના-ચાંદીના વેપારી આલમમાં આક્રોશ જોવા મળ્યો છે. જેને લઈને સોના-ચાંદીના વેપારીઓએ પોતાની દુકાનો અને જવેલર્સ પર તાળા મારીને હડતાળ યોજી હતી. જેમાં રાજકોટ જિલ્લાના તમામ સોના-ચાંદીના વેપારીઓ જોડાયા હતા.

સોના-ચાંદીના વેપારીઓ જોડાયા હડતાળમાં
સોના-ચાંદીના વેપારીઓ જોડાયા હડતાળમાં

  • સોના-ચાંદીના વેપારીઓ જોડાયા હડતાળમાં
  • HUDIના નવા કાયદા સામે વેપારીઓમાં આક્રોશ
  • વેપારીઓ દ્વારા તાળા લટકાવીને સજ્જડ બંધ પડાયો

રાજકોટ: જિલ્લામાં સોના-ચાંદીના વેપારીઓ દ્વારા સોના-ચાંદીના દાગીનાઓમાં HUDI નંબર લગાવવાના નવા કાયદાના કારણે જેતપુર, ઉપલેટા અને ગોંડલ સહિત રાજકોટ જિલ્લાના તમામ સોના-ચાંદીના વેપારીઓ દ્વારા આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા સોના-ચાંદીના ઘરેણામાં લાગુ કરેલા નવા હોલમાર્ક કાયદામાં અનેક અડચણો હોવાના અને સોના-ચાંદીના વેપારીઓને સરકાર દ્વારા કોઈ રાહત ન અપાતા વેપારીઓ દ્વારા આજરોજ હડતાળ પાડીને કેન્દ્ર સરકારના HUDIના નવા કાયદાનો વિરોધ કરાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના તમામ સોની વેપારીઓ જોડાયા હતા.

HUIDને અંગે થયેલી હડતાળમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સોના-ચાંદીના વેપારીઓ પણ જોડાયા
હોલમાર્ક નહીં પણ HUDIનો વિરોધ: સોની વેપારી જેતપુરજેતપુર સોની બજારના વેપારી કલ્પેશભાઈ પારેખ દ્વારા ETV ભારત સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે હોલમાર્ક સામે અમારે વિરોધ નથી પણ HUDI નંબર લગાવવાના નવા કાયદા સામે સોની વેપારીઓનો વિરોધ છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ HUDI ની પ્રક્રિયા જટિલ છે અને તેમાં વધુ સમય પણ લાગે છે જેથી ગ્રાહકોને તાત્કાલિક દાગીના પણ આપી શકાતા નથી. તેમજ તેમણે જણાવ્યુ હતુ કે જો સરકાર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં નહિ આવે તો આગળની લડત એસોસિએશનના જણાવ્યા મુજબ કરવામાં આવશે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સોના-ચાંદીના વેપારીઓ પણ જોડાયા
જેતપુરના વેપારીઓએ પણ દેશવ્યાપી બંધને સમર્થન આપ્યું હતુંરાજકોટ જિલ્લાના દરેક તાલુકા મથકે સોની વેપારીઓ દ્વારા HUDI ના નવા કાયદાને લઈને હડતાળ પાડવામાં આવી હતી. જેમાં જેતપુરમાં પણ સોની વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળીને દેશવ્યાપી હડતાળ કરવામાં આવી હતી. આ સાથે જ ઉપલેટા અને ગોંડલના સોના-ચાંદીના વેપારી મંડળો દ્વારા પણ હડતાળ પાડવામાં આવી હતી. જેમાં ગોંડલમાં પોલીસ દ્વારા હડતાળને લઈને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details